ETV Bharat / state

ગાંધીનગરમાં વધતા કોરોનાના કેસને લઈને લેવાયા મહત્વનો નિર્ણય, જાણો શું ખુલ્લું રહેશે

શહેર અને જિલ્લામાં કોરોના વાઇરસનો આંકડો 111 ઉપર પહોંચ્યો છે. ત્યારે ગાંધીનગર શહેર માટે કલેક્ટર દ્વારા આકરો નિર્ણય લેવામાં આવ્યો છે. સમગ્ર દેશમાં ત્રીજું લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે 17 મે સુધી શહેરમાં હવે માત્ર હોસ્પિટલ, દૂધ, પાર્લર અને મેડિકલની દુકાનો જ ચાલુ રહેશે.

શહેરમાં વધતા કોરોના કેસને લઈને લેવાયો મહત્વનો નિર્ણય, જાણો શું ખુલ્લુ રહેશે

author img

By

Published : May 9, 2020, 3:25 PM IST

ગાંધીનગર : કોરોના વાઇરસના કેસ જિલ્લામાં 111 પર પહોંચ્યા છે, પરંતુ કલેક્ટર દ્વારા સમગ્ર ગાંધીનગર શહેરને લોક કરવામાં આવી રહ્યું છે. આજે શનિવારે રાત્રે 12 કલાકથી ગાંધીનગર શહેરમાં માત્ર હોસ્પિટલ, દૂધ, પાર્લર અને દવાની દુકાનો ખુલ્લી રહેશે. ગાંધીનગર કલેક્ટર ડૉ. કુલદીપ આર્યએ ટેલિફોનિક વાતચીતમાં કહ્યું કે 17મી સુધી આદેશનું પાલન કરવાનું રહેશે. તેની સાથે ગાંધીનગર શહેરમાં સરકારી કચેરીઓ આવેલી છે, ત્યારે આરોગ્ય, પંચાયત સહિત સરકારને ઉપયોગી હશે તે વિભાગની કચેરીઓ ચાલુ રહેશે તો તેમના કર્મચારીઓને છૂટ આપવામાં આવશે.

આ ઉપરાંત જિલ્લામાં અગાઉ વેપારીઓને મંજૂરી આપવામાં આવી હતી. તે મંજૂરીને રદ ગણવામાં આવશે. ગાંધીનગરમાં શાકભાજી કે કરિયાણાની દુકાન ખુલ્લી રહેશે નહીં. જો આ જાહેરનામાનો ભંગ કરવામાં આવશે તેવા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, ઉલ્લેખનીય છે કે સમગ્ર કલોલ શહેરને પણ 17 મે સુધી લોક કરવામાં આવ્યું છે. ત્યાં પણ માત્ર હોસ્પિટલ, દૂધ, પાર્લર અને કરિયાણાની દુકાન ખુલ્લી રહેશે.

જિલ્લાના અમદાવાદની સરહદ ઉપર આવેલા અડાલજ, વાવોલ, ઝુંડાલ, કુડાસણ, ભાટ, કોટેશ્વર અને નાના ચિલોડા ગામોને સદંતર લોકડાઉન કરવામાં આવ્યા છે. લોકડાઉન દરમિયાન દૂધ, દવા અને મેડિકલ સેવા ચાલુ રહેશે. આ સિવાય કોઈપણ કામ અર્થે ગ્રામજનોને બહાર ન નીકળવા માટેની અપીલ જિલ્લા વિકાસ અધિકારી આર.આર.રાવલે કરી છે. આજે શનિવારે સાંજના 6 કલાકથી તારીખ 17 મે સુધી અમલમાં રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.