ગાંધીનગરઃ 2001થી ગુજરાતના મુખ્ય પ્રધાન રહેલા નરેન્દ્ર મોદીએ ભાજપના કાર્યકર્તા તરીકે વિવિધ સંગઠનાત્મક જવાબદારી સ્વીકારીને ગુજરાતના મુખ્ય પ્રધાન સહિત જીવનના દરેક તબક્કામાં નેતૃત્વ શક્તિનો પરિચય કરાવ્યો છે. તેમજ 2014થી તેઓ વડાપ્રધાનની જવાબદારી પણ નિભાવી છે. ત્યારે ભાજપના કાર્યકર્તાઓ ઉપરાંત સામાન્ય જનતા પણ આ પ્રદર્શની માણી શકશે. આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી કે.સી પટેલ, પ્રદેશ મંત્રી હર્ષદગીરી ગોસ્વામી અને મહેશ કસવાલા ઉપસ્થિત હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિનને લઈને આજે ભાજપ દ્વારા બે વર્ચ્યુઅલ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં એક વર્ચ્યુઅલ રેલીમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને બીજી રેલીમાં તાજેતરમાં કોરોનામાંથી સાજા થયેલા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ પોતાના ઘરે સુરતથી ભાગ લેશે. આ અંગે ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ. કે. જાડેજાએ પત્રકાર પરિષદ યોજી માહિતિ આપી હતી.