ETV Bharat / state

સોનીની દુકાનમાં ખાતર પાડવા ભેગી થયેલી હથિયારધારી ગેંગ ઝડપાઈ - સાબરકાંઠા

ગાંધીનગરમાં ગુનાખોરી પ્રવૃતિમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના મહામારીને કારણે ચોરોને તો જાણે મોકળું મેદાન મળી ગયું હોય તેમ બેખૌફ બની ગયા છે. મંગળવારે સોનીની દુકાનમાં ખાતર પાડવા ભેગી થયેલી એક ગેંગને ગાંધીનગર LCBએ ઝડપી લીધી હતા. આ ગેંગ પાસેથી પિસ્તોલ, કારતૂસ અને છરો સહિતના હથિયારો પણ મળી આવ્યા હતા.

હથિયારધારી ગેંગ
હથિયારધારી ગેંગ
author img

By

Published : Jul 15, 2020, 3:54 AM IST

ગાંધીનગરઃ મહેસાણાના કુકરવાડામાં સોનીની દુકાનમાં ચોરી કરવાના પ્લાન સાથે ગાંધીનગરમાં ભેગી થયેલી ગેંગને LCB-2એ ઝડપી પાડી છે. જેઓ તેમની પાસેથી 1 પિસ્તોલ, 3 જીવતા કારતૂસ, છરો, સળીયો, તાર કાપવાનું પક્કડ જેવા સાધનો મળી આવ્યા છે. પકડાયેલા 4 ઈસમો સામે અડાલજ પોલીસ સ્ટેશનમાં હથિયારધારા હેઠળ ગુનો નોંધાયો છે.

હથિયારધારી ગેંગ
1 પિસ્તોલ, 3 જીવતા કારતૂસ, છરો, સળીયો, તાર કાપવાનું પક્કડ જેવા સાધનો મળી આવ્યા

અડાલજ પથંકમાં નાઈટ પેટ્રોલિંગ કરતી LCB-2ની ટીમ સાથેના હેડ કોન્સ્ટેબલ કેવલસિંહને આરોપીઓ અંગે બાતમી મળી હતી. આ બાતમીને આધારે પોલીસે રાત્રે 1 કલાકે તપોવન સર્કલથી અગોરા મોલ તરફ જતા સર્વિસ રોડ પર નંબર વગરની કારમાંથી 4 ઈસમોને ઝડપી પાડ્યા હતા.

ઝડપાયેલા 4 આરોપીઓ

  • ઈકબાલ ઈસાભાઈ બાબરીયા (29 વર્ષ, નુરેમહમદી સોસાયટી, સુરેન્દ્રનગર)
  • સાગર ભરતકુમાર જાની (31 વર્ષ, એટલાન્ટીક પાર્ક, સુઘડ)
  • અર્પણ ઉર્ફે સન્ની જગદીશગીરી ગોસ્વામી (27 વર્ષ, પાશ્વનાથ ટાઉનશીપ, નવા નરોડા)
  • જનકકુમાર ઘનશ્યામભાઈ પટેલ (પરબડી વાસ, ખેરોલ, સાબરકાંઠા)

આ ઈસમો પાસેથી પોલીસે પિસ્તોલ, 3 જીવતા કારતૂસ, છરો, સળીયો, પક્કડ, રોકડ રૂપિયા 1275, 6 નંગ મોબાઈલ અને કાર સાથે કુલ મળીને રૂપિયા 2,71,275ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પકડાયેલી ગેંગ દ્વારા કુકરવાડા ગામ ખાતે આવેલી સોનીની દુકાનમાં ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હતો. જે માટે તેઓએ રેકી પણ કરી હતી.

સાગર જાની અને અર્પણ ગોસ્વામી સામે સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં હનીટ્રેપ તથા મુંબઈ ખાતે સોનાના બિસ્કીટની ખરીદીમાં 30 લાખની છેતપીંડીનો ગુના નોંધાયેલો છે. જ્યારે ઈકબાલ બાબરીયા સામે સુરેન્દ્રનગર સિટી પોલીસ સ્ટેશન ખાતે 3 ઘરફોડ, રાયોટિંગ અને પોલીસ પર હુમલાનો કેસ નોંધાયા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.