ETV Bharat / state

ભાજપ 77 બેઠકો પર ઉમેદવારો અંગે કરશે ચર્ચા, પાર્લામેન્ટરી બેઠકનો આજે છેલ્લો દિવસ

author img

By

Published : Nov 5, 2022, 11:25 AM IST

ગાંધીનગર કમલમ્ ખાતે કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહની (Amit Shah Home Minister) અધ્યક્ષતામાં છેલ્લા 3 દિવસથી બેઠક યોજાઈ રહી છે. ત્યારે આજે બેઠકના છેલ્લા દિવસે 77 બેઠકો અંગે ચર્ચા કરવામાં ( BJP Candidates for Election ) આવશે. આ પહેલા પ્રથમ દિવસે 47 અને બીજા દિવસે 58 બેઠકો અંગે ચર્ચા કરવામાં (BJP Parliamentary Board Meeting) આવી હતી.

ભાજપ 77 બેઠકો પર ઉમેદવારો અંગે કરશે ચર્ચા, પાર્લામેન્ટરી બેઠકનો આજે છેલ્લો દિવસ
ભાજપ 77 બેઠકો પર ઉમેદવારો અંગે કરશે ચર્ચા, પાર્લામેન્ટરી બેઠકનો આજે છેલ્લો દિવસ

ગાંધીનગર કેન્દ્રિય ચૂંટણી પંચે (Election Commission of India) ગુજરાત વિધાનસભાની ચૂંટણીની સત્તાવાર (Gujarat Election 2022) જાહેરાત કરી દીધી છે. ત્યારે હવે ભાજપે 182 વિધાનસભાની બેઠકના મૂરતિયાઓ નક્કી કરવા કમલમ્ ખાતે ત્રણ દિવસીય બેઠકનું આયોજન કર્યું છે.

77 બેઠકો પર ચર્ચા કરાશે કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં (Amit Shah Home Minister) યોજાયેલી આ બેઠકમાં આજે છેલ્લા દિવસે 77 બેઠકો અંગે ચર્ચા કરવામાં આવશે. તો આ બેઠકમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ, પૂર્વ શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના અગ્રણી નેતાઓ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા છે. બેઠકના પ્રથમ દિવસે 47 અને બીજા દિવસે 58 બેઠકો પર ચર્ચા (BJP Parliamentary Board Meeting) કરવામાં આવી હતી.

પ્રતિ બેઠક 3 ઉમેદવારો નામ નક્કી કરવામાં આવશે સેન્સ પ્રક્રિયા દરમિયાન જિલ્લા અને મહાનગરના પાર્લામેન્ટ્રી બોર્ડના સભ્યોએ 10 જેટલા સંભવિત ઉમેદવારોના લિસ્ટ પ્રતિ વિધાનસભા ગુજરાતના મહુડી મંડળ પાસે મૂક્યું છે. ત્યારે ત્રણ દિવસ સુધી કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહની (Amit Shah Home Minister) અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ રહી છે. તેમાં જિલ્લા પ્રમાણેની વિધાનસભા બેઠકો ઉપર નામની ચર્ચા કરવામાં આવશે અને ગુજરાતમાંથી પ્રતિ બેઠક 3 જેટલા નામ કેન્દ્રિય મહુડી મંડળને મોકલવામાં આવશે. ત્યારબાદ ગુજરાત વિધાનસભાના ભાજપના 182 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવશે.

જિલ્લાની બેઠકોની સંખ્યા આણંદમાં 7, દાહોદમાં 6, પાટણમાં 4, છોટાઉદેપુરમાં 3, વડોદરા જિલ્લા 5, વડોદરા શહેર 5, ગીરસોમનાથમાં 4, જૂનાગઢ શહેરમાં 1, જૂનાગઢ જિલ્લામાં 4, સુરત જિલ્લામાં 6, સુરત શહેરમાં 10, કચ્છમાં 6, અમદાવાદમાં 16 બેઠકોની ચર્ચા કરાશે.

મહત્વની બેઠકો પર ચર્ચા આજની બેઠકની (BJP Parliamentary Board Meeting) વાત કરવામાં આવે તો, અમદાવાદ અને સુરતની વિધાનસભા બેઠક ઉપર ખાસ ચર્ચા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ભાજપ પક્ષ અને જીતના દાવેદાર માટે અમદાવાદ અને સુરતની બેઠક ખૂબ જ મહત્વની ગણવામાં આવે છે ત્યારે આ બેઠક ઉપર ખાસ નામોની ચર્ચા કરવામાં આવશે અને આ નામની ચર્ચા કલાકો સુધી ચાલે તેવી પણ માહિતી સામે આવી રહી છે ઉલ્લેખનીય છે કે અમિત શાહ (Amit Shah Home Minister) અગાઉ પણ પ્રથમ દિવસે રાત્રે 12 કલાકે અચાનક જ કમલમ્ ખાતે આવીને ફરીથી બેઠક કરીને નામ બાબતે ચર્ચા કરી હતી.

ઝોન પ્રમાણે દાવેદારીની વિગતો ઉત્તર ગુજરાતમાં 1490, સૌરાષ્ટ્રમાં 1163, મધ્ય ગુજરાતમાં 962 અને દક્ષિણ ગુજરાતમાં 725 દાવેદારો છે.

લોકોની માગ પ્રમાણે મેનિફેસ્ટો તૈયાર કરાશે આ અંગે ભાજપના યુવા નેતા ઋત્વિજ પટેલે જણાવ્યું હતું કે, લોકોની માગ પ્રમાણે મેનિફેસ્ટો તૈયાર કરવામાં આવશે. આ ત્રણ દિવસ દરમિયાન ઉમેદવારોનું ભાવિ નક્કી કરાશે. ત્યારબાદ ઉમેદવારોની મહોર લાગશે.

10 નવેમ્બરની આસપાસ પ્રથમ લિસ્ટ જાહેર કરાશે સૂત્ર તરફથી મળતી માહિતી પ્રમાણે, 10 નવેમ્બરની આસપાસ પ્રથમ યાદી જાહેર કરવામાં આવશે. પ્રથમ તબક્કાનું મતદાન 27 નવેમ્બર રવિવારના રોજ યોજાશે. ત્યારે જે પ્રથમ પેજમાં આવશે તેવા લોકોની યાદી પ્રથમ જાહેર કરવામાં આવશે. આમ, 10 નવેમ્બરની આસપાસ પ્રથમ ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરવામાં આવશે. ત્યારબાદ તબક્કાવાર 182 વિધાનસભાના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.