આ અટકળો અને ચર્ચાઓ વચ્ચે આજે અલ્પેશ અને ધવલસિંહ ભાજપના દંડક પંકજ દેસાઈને મળી મુખ્યપ્રધાન રૂપાણી સાથે પણ મુલાકાત કરી હતી. જેથી અલ્પેશની બેઠકોનો દોર જોઈ લાગી રહ્યું છે કે, તેને રાજ્યના નવા મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ, વિજય રૂપાણી સરકારનાં મંત્રીબળની સંખ્યા વધવાની પ્રબળ શક્યતાઓ સેવાઇ રહી છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રાજ્ય સરકારનું વિસ્તરણ કરવાનો તખતો ઘડાઇ રહ્યો છે. ઓગસ્ટનાં પ્રથમ સપ્તાહમાં જ વિજય રૂપાણી સરકારનું વિસ્તરણ કરાશે. અલ્પેશ ઠાકોર સહિત 10થી વધુને મંત્રી પદ મળી શકે છે અને વિસ્તરણ કરાતાં મંત્રી મંડળમાં નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવશે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે.
તો બીજી અલ્પેશ ઠાકોરે આ તમામ સૂત્રોનું ખંડન કરતા કહ્યું હતું કે, આજે વિધાનસભામાં મુખ્યપ્રધાનને મળવા આવ્યા હતા જેમાં બનાસકાંઠાના સદરામ ધામ આશ્રમને ડેવલોપમેન્ટ કરી પ્રવિત્ર યાત્રાધામમાં સમાવવામાં આવે તે વાત કરી હતી. મુખ્યપ્રધાન રૂપાણીએ પણ આગામી દિવસોમાં સદરામ ધામ આશ્રમને પવિત્ર યાત્રાધામમાં જોડવામાં આવશે તે વાતનો સ્વીકાર કર્યો હતો. આ બેઠકમાં બીજી કોઈ રાજકીય વાતો થઈ નથી માત્ર મારા ઉત્તર ગુજરાતના અને મારા સમાજના વિકાસની વાતો કરી હતી.