ગાંધીનગરઃ બનાસકાંઠા જિલ્લામાં કેટલી ગૌશાળાઓને સરકારની સહાયની રકમ ચૂકવવામાં આવી છે, તેવો પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો, ત્યારે સરકારે જવાબમાં જણાવ્યું હતું કે, 120 જેટલી ગૌ શાળાઓને સહાયની રકમ ચૂકવવામાં આવી છે, પરંતુ તેમાંથી બે ગૌશાળાઓ એવી છે કે જેઓ અસ્તિત્વ ધરાવતી નથી. તેમ છતાં પણ તેમને અંદાજિત 12 લાખ અને 16 લાખ જેટલા રૂપિયાની ચૂકવણી કરવામાં આવી છે.
આ પ્રશ્ન જિલ્લાની સંકલન બેઠકમાં પણ ઉભો કરવામાં આવ્યો હતો, પરંતુ અધિકારીઓ ગલ્લાંતલ્લાં કર્યા હતાં. હવે ગુજરાતમાં આવી કેટલી ગૌશાળાઓ છે કે જે અસ્તિત્વ ધરાવતી નથી. તેમ છતાં પણ તેમને સહાયની અંદાજિત 10 કરોડ કરતાં વધુ રકમ ચૂકવણી કરવામાં આવી છે.
ગૃહમાં પ્રધાને જણાવ્યું હતું કે, અધિકારીઓની યોગ્ય તપાસ બાદ તેમણે આપેલા પ્રમાણપત્રને આધારે સહાયની રકમ ચૂકવવામાં આવતી હોય છે, તો અધિકારીઓની મિલિભગતી થકી ગૌમાતાના પૈસા પણ ચવાઈ જતા હોય તેવું લાગી રહ્યું છે. આવા કિસ્સામાં એક અધિકારી સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે અને તેમની સામે CBI તપાસ પણ ચાલી રહી હોવાનું જણાવ્યું હતું.
વિધાનસભા બંધ રાખવાના પ્રસ્તાવમાં જણાવ્યું હતું કે, ગૃહની અંદર 182 ધારાસભ્યો તેમ જ તેની સાથે કેટલા અધિકારી કર્મચારીઓ ભેગા થતાં હોય છે. સ્વાસ્થ્યની જાગૃતિને લઈને કોંગ્રેસે દાંડી યાત્રા પણ મુલતવી રાખી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી શું કરવા દેશમાં મોટા મોટા ફંકશન બંધ કરી રહ્યાં છે. સરકાર પાસે ડેન્ગ્યુ અને સ્વાઇન ફ્લૂ માટેની પૂરતી દવા ઉપલબ્ધ નથી. તેવો આક્ષેપ કરી જણાવ્યું હતું કે, આ વાયરસની દવા શોધાઈ નથી. પ્રજા રામભરોસે છે. કોંગ્રેસ હંમેશા સર્વે લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરે છે.
જે.વી. કાકડિયા રાજીનામાંને લઈને કહ્યું હતું કે, રાજીનામું આપનારા ધારાસભ્યોને ગુજરાતની પ્રજા સારો સબક શીખવાડે છે. રાજીનામું આપનારા ધારાસભ્યો એ પ્રજાનો વિશ્વાસઘાત કરે છે, પરિણામે આગામી સમયમાં તેઓ એક પ્રબળ નેતા તરીકે ચાલી શકે તેવા રહેતાં નથી.