NDRFના કમાન્ડર ઓફિસર રણવિજયસિંહે જણાવ્યું હતું કે રાજ્યમાં 'મહા' વાવાઝોડાના પગલે NDRF ટિમ સર્તક છે. જ્યારે 'મહા' વાવઝોડાને લઇને સોમનાથ, વેરાવળ તંત્રને એલર્ટ રહેવા સુચન આપવામાં આવી છે. જ્યારે રાજ્યના દરિયા કિનારે "મહા" નામનું વાવઝોડું જમીન સુધી પહોંચે તો ત્યાંના સ્થાનિકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવા માટેની પણ સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. "મહા" વાવાઝોડું 6 અને 7 નવેમ્બર સુધી આવશે, જેને લઈને 60 થી 80 કિલોમીટરની ઝડપે પવન સાથે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાઠામાં ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે.
ગઈકાલે રાજ્ય સરકારના મહેસુલ વિભાગ અને હવામાન વિભાગે NDRFના અધિકારીઓ સાથે બેઠક પણ યોજી હતી. જેમાં સૌરાષ્ટ્રના તમામ જિલ્લા કલેક્ટરો અને ઉપરી અધિકારીને સ્ટેન્ડ બાઇ મૂકી દેવામાં આવ્યા છે.