ETV Bharat / state

Uttarakhand Accident : પરિવારજનોએ ડેડબોડી મેળવવા રાહ જોવી પડશે, સિવિલ એવિએશન અને કાર્ગો નિયમ મુજબ અમદાવાદ લવાશે

20 ઓગસ્ટે ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં અકસ્માત દુર્ઘટનામાં મૃત્યુ પામેલાં લોકોના મૃતદેહને ગુજરાત પરત લાવવાની ગતિવિધિ જોવા મળી રહી છે. અમદાવાદ એરપોર્ટ પર બે બેની જોડીમાં તમામ સાત મૃતકોને સિવિલ એવિએશન નિયમ મુજબ લાવવામાં આવી રહ્યાં છે.

Uttarakhand Accident : પરિવારજનોએ ડેડબોડી મેળવવા રાહ જોવી પડશે, સિવિલ એવિએશન નિયમ મુજબ કાર્ગો નિયમ મુજબ અમદાવાદ લવાશે

author img

By

Published : Aug 21, 2023, 4:00 PM IST

બે બેની જોડીમાં તમામ સાત મૃતદેહ લવાશે

ગાંધીનગર :ભાવનગર જિલ્લામાંથી 33 નાગરિકો અને 2 સ્ટાફ સાથેની એક બસ ઉતરાખંડમાં યાત્રા માટે ગયા હતા. યાત્રા પૂરી કરે તે પહેલાં જ બસ ગંગોત્રીના દર્શન કર્યા બાદ ઉત્તર કાશી તરફ જઈ રહી હતી, ત્યારે બસ ખાઈમાં પડી ગઈ હતી. જેમાં સાત લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ થયા હતા. ત્યારે રાજ્ય સરકાર દ્વારા આ તમામ મૃતકોને ગુજરાત લાવવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જેમાં સિવિલ એવિએશન નિયમ પ્રમાણે બે-બેની જોડીમાં ડેડબોડી અમદાવાદ એરપોર્ટ ઉપર લાવવામાં આવશે.

ડેડબોડી લાવવાનો સિવિલ એવિએશન નિયમ : બે બેની જોડીમાં મૃતદેહ લાવવા સંદર્ભે જાણકારી સામે આવી છે કે આ ડેડબોડી લાવવાનો સિવિલ એવિએશન નિયમ છે કારણ કે મૃતદેહનું વ્યવસ્થિતપણે વહન થઇ શકે. આ અંગે ગુજરાત રાજ્યના સ્ટેટ ઇમરજન્સી સેન્ટરના રાહત કમિશનર આલોક કુમાર પાંડેએ વધું જાણકારી આપી હતી.

ઘટના બની ત્યાર બાદ રાજ્ય સરકાર સતત ઉત્તરાખંડ સરકાર સાથે સંપર્કમાં છે. જ્યારે આ ઘટનામાં 7 લોકોના મૃત્યુ થયા છે અને તમામ મૃતકોની ડેડબોડી ગુજરાત લાવવા માટેની વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી છે. જેમાં સિવિલ એવિએશન નિયમ મુજબ કાર્ગોમાં વધુમાં વધુ 2 ડેડબોડી એરલિફ્ટ કરી શકાય છે. ત્યારે 2-2 ની પેરમાં ડેડબોડી ઇન્ડિગો ફ્લાઇટમાં લાવવામાં આવશે. જેમાં આજે બપોરે 3 કલાકે અને રાત્રે 9 કલાક સુધીમાં કુલ 4 ડેડબોડી અમદાવાદ એરપોર્ટ ખાતે લાવવામાં આવશે. ત્યારબાદ એમ્બ્યુલન્સ દ્વારા ભાવનગર લઈ જવામાં આવશે. જ્યારે એક મૃતકના પરિવારજનો દ્વારા અંતિમ સંસ્કાર હરિદ્વારમાં કરવાનું કહ્યું છે. - આલોક કુમાર પાંડે(સ્ટેટ ઇમરજન્સી સેન્ટર)

14 ગંભીર ઈજાગ્રસ્ત સારવાર હેઠળ : ઋષિકેશ એઈમ્સ અને સરકારી હોસ્પિટલમાં આલોક કુમાર પાંડેએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતના 33 મુસાફરો અને 2 ટૂર ઓપરેટરના સ્ટાફ સહિતની કુલ 35 જેટલા બસમાં સવાર હતાં. જેમાં બસ દુર્ઘટનામાં કુલ 27 લોકોને ઇજા થઇ હતી. જેમાં 14 મુસાફરો ખૂબ ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. જેથી ગંભીર રીતે ઇજા પામેલા મુસાફરોને ઋષિકેશ એઈમ્સમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.

સામાન્ય ઇજાગ્રસ્ત પરત ફરી રહ્યાં છે : ઉત્તરકાશીમાં બનેલી આ દુર્ઘટનામાં મૃતકો, ગંભીર ઇજાગ્રસ્તો ઉપરાંત 13 લોકોને સામાન્ય ઇજા થઇ હતી. તેઓને જિલ્લા કક્ષાની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી છે. જે પૈકી 7 મુસાફરોને ફકત સામાન્ય ઈજાઓ હતી તેઓ સારવાર કરાવીને હવે ગુજરાત પરત ફરી રહ્યા છે.

  1. Uttarakhand Accident: ઉત્તરાખંડ બસ અકસ્માતમાં કરણ ભાટીનું મોત થતાં બાળકો બન્યા પિતાવિહોણા, મજૂરી કરી ગુજરાન ચલાવતો હતો પરિવાર
  2. Uttarakhand Bus Accident: 27 મુસાફરો પણ ન બચ્યા હોત જો બસ અગાઉ થયેલા અકસ્માતના કાટમાળમાં ફસાઈ ન હોત
  3. Accident on Gangotri highway : ઉત્તરાખંડના ગંગોત્રી હાઈવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, મુસાફરોથી ભરેલી બસ ખાડામાં ખાબકતા 8 ગુજરાતીઓના થયા મોત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.