- GMCની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થયું
- 2 AAPના સહિત કુલ 8 ફોર્મ પરત ખેંચાયા
- 233માંથી 70 ઉમેદવારો ચૂંટણી નહીં લડી શકે
ગાંધીનગર : GMCની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ 6 એપ્રિલ હોવાથી અત્યાર સુધીમાં 8 ફોર્મ પરત ખેંચાયા છે. જેથી ચૂંટણીનું આગામી ચિત્ર આજના દિવસમાં સ્પષ્ટ થઈ ગયું હતું. જેમાં 8માંથી બે ફોર્મ તો આમ આદમી પાર્ટીના છે. જો કે, કોંગ્રેસ અને ભાજપના ફોર્મ પરત ખેંચાયા હોવાના સમાચાર છેક સુધી મળ્યા ન હતા. બાકીના 6 ફોર્મ અપક્ષમાંથી ખેંચાયા છે.
આ પણ વાંચો - ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર
આપના એક જ વૉર્ડના બે ઉમેદવારો એ ફોર્મ પરત ખેંચ્યા
આપના 44માંથી 43 ફોર્મ ભરાયા હતા. જેમાં વૉર્ડ નંબર 5માંથી બે ફોર્મ પરત ખેંચાયા છે. જેમાં કૂંપત દવે અને નિશીરાજ રમલાવત દ્વારા આ ફોર્મ પરત ખેંચાયા છે. ફોર્મ પરત ખેંચવાનો આ સિલસિલો 3 કલાક સુધી ચાલુ રહ્યો હતો. સોમવાર સાંજ સુધીમાં કોંગ્રેસ અને ભાજપમાંથી ફોર્મ પરત ખેંચાશે તેવુ લાગતું હતું, પરંતુ આ વાત પુરવાર થઈ ન હતી.
આ પણ વાંચો - ગાંધીનગર ચૂંટણી માટેની આખરી મતદાર યાદીમાં 2,82,380 મતદારો નોંધાયા
નિશીરાજ ફોર્મ પરત ખેંચી કોંગ્રેસમાં જોડાયા
યુવા નેતા નિશીરાજ રમલાવત દ્વારા આપમાંથી ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યું હતું. જેમને વૉર્ડ નંબર 5ના ઉમેદવાર હતા. આ ઉમેદવારે સોમવારે બપોરે પોતાનું ફોર્મ પરત ખેંચ્યું હતું. તેમને આ માહિતી મીડિયા સમક્ષ જણાવી હતો. તેમને અગાઉ યૂથ કોંગ્રેસ મહામંત્રી તરીકે ફરજ બજાવતા હતા. કોંગ્રેસમાં મન દુઃખ થતા તેમને આપમાં જોડાયા હતા, તેવું તેમનું કહેવું છે. હવે સામાજિક ક્લેશ ન થાય તે માટે ફોર્મ પરત ખેંચ્યું છે, તેવી તેમને માહિતી આપી હતી.
આ પણ વાંચો - ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી : 44 બેઠકો માટે 233 ફોર્મ ભરાયા
11 વૉર્ડમાંથી 163 ઉમેદવાર વચ્ચે જંગ જામશે
233માંથી કેટલાક ઉમેદવારના ફોર્મ 3 એપ્રિલના રોજ 62 ફોર્મ કેન્સલ પણ થયા હતા. જો કે, સોમવારના રોજ 8 ફોર્મ પરત ખેંચાતા ફરીફ ઉમેદવારની 11 વૉર્ડ પ્રમાણે સંખ્યા 163 છે. જેથી ચૂંટણીનું અંતિમ ચિત્ર સ્પષ્ટ થયું હતું.
આ પણ વાંચો - ગાંધીનગર મહાનગરપાલિકા તડજોડનું રાજકારણ, હવે 18 એપ્રિલે ચૂંટણી