ગાંધીનગર તાલુકાના ખોરજ પાસેથી પસાર થતી નર્મદા કેનાલ પાસે સાંજના 6 વાગ્યે એક ભયંકર અકસ્માત થયો હતો. ખોરજથી વૈષ્ણોદેવી તરફ જતા રોડ ઉપર એક કન્ટેનરના ચાલકે સ્ટિયરિંગ ઉપરનો કાબુ ગુમાવતા સામેથી પેશન બાઈક 4547 પર આવી રહેલા 43 વર્ષીય દિલીપકુમાર નાથુભાઈ અસારીનું બનાવ સ્થળે જ મોત થઈ ગયું હતું. મૃતક ભિલોડાનો રહેવાસી છે. કન્ટેનરની ટક્કર એટલી ભયાનક હતી કે, બાઇકના પણ ટુકડા થઈ ગયા હતા.

