ગાંધીનગર : સ્ક્રીનિંગ કમિટીમાં ભરત બોઘરાને કમિટીના અધ્યક્ષ બનાવામાં આવ્યા છે. રાજ્ય સરકારના પ્રધાન પ્રફુલ પાનસેરિયા, સુરેન્દ્રનગરના ધારાસભ્ય જગદીશ મકવાણાનો કમિટીના સમાવેશ કરાયો છે. નેતાઓ સાથે ચર્ચા પછી જ પાર્ટીમાં એન્ટ્રી આપવામાં આપશે. કેટલાક રાજયોમાં કડવા અનુભવ થયા પછી આ કમિટીની રચના કરવામાં આવી છે. આવનારી લોકસભા ચૂંટણીને લઈને બીજેપીએ આ કમિટીની રચના કરી છે.
આ કારણોસર કમીટીની રચાઇ : અન્ય પક્ષમાંથી નેતાઓ, કી વોટર, સામાજિક આગેવાનોને જોડવા માટે થઇને ખાસ આ સ્ક્રીનિંગ કમિટી રચવામાં આવી છે. તેમાં પ્રદેશ સ્તરે 5 લોકોને જવાબદારી સોંપવામાં આવી છે. ચૂંટણી પહેલાં લોકોને ભાજપ સાથે જોડવા 5 નેતાઓ સંકલન કરશે. આ નેતાઓ સાથે સંકલન બાદ જ પાર્ટીમાં તેમનો સમાવેશ કરવામાં આવશે. કેટલાક રાજ્યમાં ભાજપને થયેલા કડવા અનુભવ બાદ દેશભરમાં કમિટી રચવા આદેશ આપવામાં આવ્યો છે.
- ધારાસભ્ય અમિત ઠાકરને કચ્છ, બનાસકાંઠા અને પાટણ લોકસભાની જવાબદારી સોંપવામાં આવી છે.
- રાષ્ટ્રીય મહામંત્રી અને કિસાન મોરચાના બાબુ જેબલીયાને મહેસાણા, સાબરકાંઠા અને સુરેન્દ્રનગરની જવાબદારી આપવામાં આવી છે.
- પ્રદેશ સંયોજક, રાષ્ટ્રીય પ્રશિક્ષણ અભિયાનના કે.સી. પટેલને ગાંધીનગર, અમદાવાદ પૂર્વ, અમદાવાદ પ્રશ્નિમની જવાબદારી સોંપવામાં આવી છે.
- સાંસદ નરહરીને આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદની જવાબદારી આપવામાં આવી છે.
- પૂર્વ મંત્રી, રાજ્ય સરકારના પ્રદિપસિંહ જાડેજાને વડોદરા, છોટાઉદેપુર અને ભરુચની જવાબદારી સોંપવામાં આવી છે.
- રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને મહિલા મોરચાના ડો. જ્યોતિબેન પંડ્યાને સુરત, નવસારી, બારડોલી અને વલસાડની જવાબદારી આપવામાં આવેલ છે.
- સદસ્ય, પ્રેદશ કોર ટીમ પૂર્વ મંત્રી, રાજ્ય સરકારના ભુપેન્દ્ર ચુડાસમાંને જૂનાગઢ, અમરેલી અને ભાવનગરની જવાબદારી સોંપવામાં આવેલ છે.
- સદસ્ય પ્રદેશ કોર ટીમ પૂર્વ મંત્રી, રાજ્ય સરકાર પ્રદેશ પ્રમુખ આર.સી. ફળદુને જામનગર, પોરબંદર અને રાજકોટની જવાબદારી આપેલ છે.