- રાજ્યમાં માસ્ક મુદ્દે જુદી જુદી નીતિ?
- પોલીસ જવાનોને 300નો દંડ અને સામાન્ય જનતાને 1000નો દંડ?
- જૂનાગઢ પોલીસ એકેડેમીમાં ગરબા બાદ જવાનોને દંડ
ગાંધીનગરઃ રાજ્યમાં માસ્ક નહીં પહેરનારા સામે એક હજાર રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવે છે. તમામ કર્મચારીઓ સામાન્ય જનતા પાસેથી માસક ન પહેરવા બદલ એક હજાર રૂપિયાનો દંડ વસૂલ કરે છે, પરંતું પોલીસ કર્મચારી માસ્ક વગર દેખાયા તો ફક્ત 300 રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવ્યો છે. જૂનાગઢ ખાતે દીક્ષાંત સમારોહ પહેલા સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક ન પહેર્યા હોય તેવા પોલીસ જવાનોને ગૃહવિભાગે ફક્ત 300 રૂપિયાનો દંડ વસૂલીને આત્મ સંતોષ માન્યો છે, ત્યારે લોકોમાં સામાન્ય જનતા અને પોલીસ કર્મચારીઓ વચ્ચે વાલા દવલાની નીતિ રાખવામાં આવતી હોય તેવા પણ પ્રશ્ન સામે આવ્યા છે.
કોરોનાની ગાઈડલાઈનનું રાજ્ય સરકાર દ્વારા પાલન કરવામાં આવે જ છેઃ વિજય રૂપાણી
આમ પોલીસ જવાન, સામાન્ય જનતા, લગ્ન પ્રસંગ અને પોલિટિકલ પાર્ટીના કેટરિંગ બાબતે સરકારની અલગ-અલગ રીતે નીતિ હોય તેવા પણ મુદ્દાઓ સામે આવ્યાં હતા અને લોક ચર્ચામાં રહ્યા હતા. ઉપરાંત કેન્દ્ર સરકારની કોરોનાની ગાઈડલાઈન રાજ્ય સરકાર દ્વારા પાલન કરવામાં આવે જ છે તેવું પણ નિવેદન રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ આપ્યું હતું.