ગાંધીનગર: રાજ્યનું પરિણામ 76.29 ટકા જાહેર થયું છે, જે ગત વર્ષ કરતા 3.02 ટકા વધુ આવ્યુ છે. ચાલુ વર્ષે વિદ્યાર્થીઓ કરતા વિદ્યાર્થિનીઓનું પરિણામ વધુ આવ્યુ છે. 70.97 % પરિણામ વિદ્યાર્થીઓનું છે. જ્યારે 82.20 ટકા પરિણામ વિદ્યાર્થીનીઓનું છે.
ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 76.29 ટકા પરિણામ જાહેર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યુ છે. ત્યારે 76.29 ટકા પરિણામ આવ્યુ છે. ગુજરાતમાં સૌથી વધુ પરિણામ પાટણ જિલ્લાનું 86.67 આવ્યું છે. પાટણ જિલ્લો ગત વર્ષે પણ પ્રથમ હતો. તો સૌથી ઓછું પરિણામ જૂનાગઢ જિલ્લાનું 58.26 ટકા આવ્યું છે. જે ગત વર્ષે પંચમહાલ જિલ્લાનું સૌથી ઓછુ પરિણામ આવ્યુ હતુ. સૌથી વધુ પરિણામ બનાસકાંઠા જિલ્લાના સોની કેન્દ્રનું 97.76 ટકા આવ્યુ છે. જે ગત વર્ષે અમદાવાદના નવરંગપૂરા કેન્દ્રનું હતું. જ્યારે સૌથી ઓછું પરિણામ ધરાવતા કેન્દ્રમાં ગીર સોમનાથ જિલ્લાના ડોળાસાનું 30.21 ટકા આવ્યું છે. જે ગત વર્ષે પંચમહાલ જિલ્લાના મોરવા રેણા કેન્દ્રનું 15.43 હતું.ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 76.29 ટકા પરિણામ જાહેર A1ગ્રેડની સંખ્યામાં સામાન્ય ઘટાડોઆજે જાહેર થયેલા પરિણામમાં A1 ગ્રેડના વિદ્યાર્થીઓની સંખ્યામાં સામાન્ય ઘટાડો જોવા મળે છે. ચાલુ વર્ષે માત્ર 522 વિદ્યાર્થીઓ A1 ગ્રેડમાં પાસ થયા છે. જે ગત વર્ષે 792 હતા. ત્યારે 270 જેટલા વિધાર્થીઓનો જેટલા વિધાર્થીઓનો A1 ગ્રેડમાં ઘટાડો થયો છે. બીજી તરફ A2 ગ્રેડમાં પણ વિદ્યાર્થીઓની સંખ્યા સામાન્ય ઘટી છે. ગત વર્ષે 11721 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. ત્યારે આજે જાહેર થયેલા પરિણામમાં 10942 વિદ્યાર્થીઓ A2 ગ્રેડમાં આવ્યા છે.ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 76.29 ટકા પરિણામ જાહેર 100 % પરિણામ ધરાવતી શાળાઓ વધી, 10 % પરિણામ વાળી શાળાઓ ઘટીમાધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી સામાન્ય પ્રવાહ પરીક્ષાનું આજે જાહેર થયેલા પરિણામમાં 100 ટકા કરતા વધુ પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યામાં વધારો થયો છે ગત વર્ષે 222 શાળા હતી, જ્યારે આજે જાહેર થયેલા પરિણામમા સંખ્યા 269 થઇ છે. જ્યારે 10 % પરિણામ વાળી શાળામા ઘટાડો થયો છે. જેમા ગત વર્ષે 79 હતી, જે આજે 56 થઇ છે.ગેરરીતિના કેસમા ગત વર્ષ કરતા ધરખમ ઘટાડો થયો આજે જાહેર થયેલા પરિણામમાં કોપી કેસની સંખ્યામાં ગત વર્ષ કરતાં ધરખમ ઘટાડો જોવા મળ્યો છે. ગત વર્ષે 2730 વિદ્યાર્થીઓ ચોરીમાં પકડાયા હતા. જ્યારે આજે જાહેર થયેલા પરિણામમાં માત્ર 744 વિદ્યાર્થીઓ ગેરરીતિ કરતા પકડાયા હોય તેવું જણાવાયું છે.રાજ્યમાં કોઈ વિદ્યાર્થીને આજે ગુણપત્રક મળશે નહીંમાધ્યમિક શિક્ષણ બોર્ડના ડે. ડાયરેક્ટર ડૉ. અવનીબા મોરીએ કહ્યુ કે, રાજ્યમાં કોરોના વાયરસનો કહેર ચાલી રહ્યો છે. ત્યારે કોઈ વિદ્યાર્થીઓ ગુણપત્રક મેળવવા પડાપડી કરે નહીં. આજે કોઈ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર મળશે નહીં. આગામી સમયમાં વિદ્યાર્થીઓને તેમની માર્કશીટ 10 દિવસ બાદ આપવાની વ્યવસ્થા કર્યા બાદ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા જણાવવામાં આવશે.