ETV Bharat / state

181 મહિલા હેલ્પ લાઈનનો 67.45 લાખ મહિલાઓએ લાભ લીધો: પ્રદીપસિંહ જાડેજા - gujarat news

મહિલા અને સગીરા વિરૂદ્ધના ગુનાઓને ડામી દેવા રાજ્ય સરકાર મક્કમ હોવાનું નિવેદન સાથે રાજ્ય ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ આપ્યું હતું. તેમણે ગૃહમાં જણાવ્યું હતું કે, મહિલાઓ સાથે બનતા ગુનામાં આરોપીઓને કાયદાના સકંજામાં લઇ તેમને કડક સજા થાય અને આવા ગુના કરનારા લોકોમાં ડર પેદા થાય તે દિશામાં સરકાર કાર્ય કરી રહી છે. વર્ષ 2019ના આંકડાઓ મુજબ મહિલાઓને અસર કરતા ગુનાઓનો રાષ્ટ્રીય ક્રાઇમ રેટ 62.4 ટકા છે. ગુજરાત 27.1 ટકા જેટલા નીચા રેટ સાથે દેશમાં 30માં સ્થાને છે. દેશમાં જ્યારે આવા ગુનાઓની સંખ્યા 4,05,861 છે ત્યારે ગુજરાતમાં ગુનાઓની સંખ્યા ફક્ત 8,799 છે.

181 મહિલા હેલ્પ લાઈનનો 67.45 લાખ મહિલાઓએ લાભ લીધો: પ્રદીપસિંહ જાડેજા

author img

By

Published : Mar 17, 2021, 7:26 PM IST

  • મહિલાઓ વિરૂદ્ધના ગુનાઓનો ગુજરાતનો રેટ 27.1 ટકા રહ્યો
  • 2019માં નેશનલ ક્રાઇમ રેટ 62.4 ટકા હતો
  • મહિલા અને સગીરા વિરૂદ્ધના ગુનાઓને સખ્ત હાથે ડામી દેવા રાજ્ય સરકાર કટિબધ્ધ
  • ગુજરાત 27.1 ટકા જેટલા નીચા રેટ સાથે દેશમાં 30માં સ્થાને છે

ગાંધીનગર: વર્ષ 2019ના આંકડાઓ મુજબ મહિલાઓને અસર કરતા ગુનાઓનો રાષ્ટ્રીય ક્રાઇમ રેટ 62.4 ટકા છે. ગુજરાત 27.1 ટકા જેટલા નીચા રેટ સાથે દેશમાં 30માં સ્થાને છે. દેશમાં જ્યારે આવા ગુનાઓની સંખ્યા 4,05,861 છે ત્યારે ગુજરાતમાં ગુનાઓની સંખ્યા ફક્ત 8,799 છે. મહિલા વર્ગ તેમની સુરક્ષા માટેના વિવિધ ઉપાયોથી વધુને વધુ જાગૃત બને તે માટે દરેક જિલ્લા/શહેરમાં મહિલા પોલીસ સ્ટેશન બનાવવામાં આવ્યા છે. સમગ્ર રાજ્યમાં કુલ 39 મહિલા પોલીસ સ્ટેશન કાર્યરત છે. મહિલા અને સગીરા વિરૂદ્ધના ગુનાઓને ડામી દેવા રાજ્ય સરકાર મક્કમ હોવાનું નિવેદન સાથે રાજ્ય ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ આપ્યું હતું. તેમણે ગૃહમાં જણાવ્યું હતું કે, મહિલાઓ સાથે બનતા ગુનામાં આરોપીઓને કાયદાના સકંજામાં લઇ તેમને કડક સજા થાય અને આવા ગુના કરનારા લોકોમાં ડર પેદા થાય તે દિશામાં સરકાર કાર્ય કરી રહી છે.

આ પણ વાંચોઃ પિયરપક્ષ અને દીકરાના ત્રાસથી કંટાળેલી મહિલાને આજીમાં કુદે તે પહેલા181ની ટીમે બચાવી

પોલીસ સ્ટેશનમાં હેલ્પ ડેસ્ક

દરેક પોલીસ સ્ટેશનમાં મહિલા હેલ્પ ડેસ્કની સુવિધા ઊભી કરવામાં આવી છે. કુલ 65 પોલીસ સ્ટેશન બેઇઝ સપોર્ટ સેન્ટરના માધ્યમથી પીડિત મહિલાઓને કાયદાકીય સલાહ પૂરી પાડવામાં આવે છે. જાહેર સ્થળોએ મહિલાઓની સુરક્ષા માટે નિર્ભયા ફંડ હેઠળ કુલ 21 સબ-પ્રોજેક્ટનો સમાવેશ કરવામાં આવેલો છે, જેના માટે કુલ 220.11 કરોડ રૂપિયાની રકમ ફાળવવામાં આવી છે. તેમાંની 60 ટકા રકમ કેન્દ્ર અને 40 ટકા રકમ રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવે છે. મહિલાઓને તાત્કાલિક ધોરણે જરૂરી સહાય પહોંચાડવાના હેતુથી SHE Teamની રચના કરવામાં આવી છે. ખાનગી વેશમાં રહી મહિલા પોલીસ દ્વારા કોઇ મહિલાઓને અસામાજિક તત્વો દ્વારા છેડતી કે હેરાનગતી ન થાય તેના માટે આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે જ પતિના ત્રાસથી કંટાળી મહિલાએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ

મહિલા હેલ્પ લાઈનમાં 67.45 લાખ મહિલાએ લાભ લીધો

અભયમ મહિલા હેલ્પ લાઇન–181 મહિલા સુરક્ષામાં અભૂતપૂર્વ પગલું સાબિત થયું છે. જાન્યુઆરીના અંત સુધીમાં આ હેલ્પ લાઇન પર થયેલા કુલ કોલની સંખ્યા 67.45 લાખથી પણ વધુ છે. ટેકનોલોજીના માધ્યમથી આ જ સેવાનો વ્યાપ વધારીને સરકારે 181અભયમ મોબાઇલ એપ્લીકેશન ડેવલપ કરી છે. જાન્યુઆરીના અંત સુધીમાં 96,500થી વધુ મહિલાઓએ આ એપ ડાઉનલોડ કરી છે.

ઝડપી કેસોનું નિવારણ

ગુજરાત કોમ્પલાયન્સમાં દેશમાં અગ્રેસર છે. આ કામગીરી માટે ઉચ્ચ કક્ષાની સમિતિ દ્વારા નિયમિત મોનીટરીંગ કરવામાં આવે છે, જેના કારણે વર્ષ-2020 સુધીનો એકપણ કેસ ITSSOના ધોરણો મુજબના ઇન્વેસ્ટીગેશન માટે પેન્ડીંગ નથી. વર્ષ-2021માં નોંધાયેલ ફક્ત 19 કેસોમાં કાર્યવાહી ચાલુ છે. પોક્સો એક્ટ હેઠળના ગુનાઓમાં ઝડપી કાર્યવાહી થાય તે માટે સ્પેશિયલ કોર્ટની સ્થાપના કરવામાં આવી છે. IPCમાં સુધારો કરી નવી કલમો દાખલ કરવામાં આવી છે. જેમાં મહિલાઓ સામેના તમામ ગંભીર પ્રકારના ગુનાઓની સજાની જોગવાઇઓમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે અને આજીવન કેદ સુધીની જોગવાઇ કરવામાં આવેલી છે. રાજ્ય સરકારે પાસાના કાયદામાં સુધારો કરીને મહિલાઓ સામેના ગુના તથા પોક્સોના ગુનાઓમાં પાસાનો કાયદો પણ લાગુ પડે તેવી જોગવાઇઓ દાખલ કરી છે.

મહિલાઓ વિરુદ્ધ પણ ગુનાઓ દાખલ

વર્ષ 2019માં રાજ્યમાં મહિલા વિરૂદ્ધના કુલ 8,799 ગુના નોંધાયા છે. જેમાં અપહરણના 1,813 ગુના એટલે કે ફક્ત 2.7 ટકા ગુના નોંધાયેલા છે. જયારે છોટાઉદેપુર જીલ્લામાં ઉપરોકત સરખાણીએ માત્ર 0.4 ટકા ગુના નોંધાયેલા છે. વર્ષ 2019માં મહિલા વિરૂધ્ધના ગુનાઓમાં રાજ્યનો ક્રાઇમ રેટ 27.1 રહેલો છે. જ્યારે છોટા ઉદેપુરનો ક્રાઇમ રેટ ફક્ત 5.1 ટકા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.