ETV Bharat / state

આજથી સવા 3 કરોડ લોકોને વિનામૂલ્યે અનાજનું વિતરણ

author img

By

Published : Mar 31, 2020, 11:48 PM IST

Updated : Apr 1, 2020, 7:48 AM IST

રાજ્યના અંત્યોદય અને PHH રેશન કાર્ડ ધરાવતા 66 લાખ પરિવારોના 3.25 કરોડ લોકોને આજથી 1 એપ્રિલથી 17 હજાર જેટલી સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી ઘઉં, ચોખા, ખાંડ, મીઠું અને દાળનું એપ્રિલ માસ પૂરતું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું કે, આ અનાજ વિતરણ વ્યવસ્થામાં પણ સોશિયલ ડિસ્ટન્સનો અભિગમ નાગરિકોની આરોગ્ય સલામતિ હેતુસર જાળવવાની તાકીદ સસ્તા અનાજના દુકાનધારકોને અને તંત્રવાહકોને કરી છે.

66-lakh-families-with-phh-ration-card-to-get-food-grains-in-april-ashwini-kumar
66 લાખ પરિવારોને એપ્રિલ માસનું અનાજ મળશે : અશ્વિનીકુમાર

ગાંધીનગર: અનાજ વિતરણ સરળતાથી થઇ શકે તેમજ ભીડભાડ ન થાય તે માટે ગ્રામીણ વિસ્તારોમાં 4 લોકોની અને શહેરી ક્ષેત્રોમાં 3 લોકોની કમિટી બનાવવા સૂચન કર્યુ છે. જેમા ગ્રામીણ ક્ષેત્રોમાં શિક્ષક, તલાટી અથવા ગ્રામસેવક, ગૃહ રક્ષકદળ કે પોલીસ તેમજ સ્થાનિક અગ્રણીની આ કમિટી બનશે. શહેરી વિસ્તારોમાં શિક્ષક, સેવા સંગઠનના પ્રતિનિધિ અને પોલીસની કમિટી બનાવવામાં આવશે.

રાજ્યના દરેક સરકાર માન્ય સસ્તા અનાજ દુકાનદારો પાસે લાભાર્થી ગ્રાહકોના મોબાઇલ નંબરોના ડેટાબેઇઝ ઉપલબ્ધ છે તેનો ઉપયોગ કરી 25-25 લાભાર્થીને ફોનથી જાણ કરી આગોતરો સમય આપીને જ અનાજ લેવા માટે બોલાવવામાં આવશે. ગુજરાતમાં રોજીરોટી માટે આવીને વસેલા અન્ય રાજ્યોના શ્રમિકો, ગરીબ-અંત્યોદય પરિવારો-લોકોને પણ લોકડાઉનની પ્રવર્તમાન સ્થિતીમાં અનાજ વગર ન રહેવું પડે તે માટે વધુ એક ઉદાત્ત ભાવ દર્શાવ્યો છે.

અશ્વિનીકુમારે જણાવ્યું કે, આગામી 4 એપ્રિલથી આવા પરિવારોને અન્નબ્રહ્મ યોજના અન્વયે સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી અનાજ અપાશે. રાજ્યમાં આ લોકડાઉનની સ્થિતીમાં નાગરિકો-પ્રજાજનોને ઘરમાં રહેલા અનાજને દળાવવાની, લોટની સગવડ મળી રહે તે માટે મુખ્યપ્રધાને શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં આવેલી અનાજ દળવાની ઘંટી-ફલોર મિલ્સ ચાલુ રાખવા પણ તંત્રવાહકોને સૂચનાઓ આપી છે.

શેડ બનાવવા માટે અમદાવાદને રૂ. 3 કરોડ, સુરતને રૂ. 2.5 કરોડ, વડોદરા, રાજકોટ અને ગાંધીનગર પ્રત્યેકને રૂ. 2-2 કરોડ તેમજ અન્ય જિલ્લાઓને 1 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. રાજ્યમાં લોકડાઉનની હાલની સ્થિતીમાં દૂધ, શાકભાજી સહિતના આવશ્યક પુરવઠાની પર્યાપ્ત ઉપલબ્ધિ પ્રજાજનો માટે થઇ રહી છે.

Last Updated : Apr 1, 2020, 7:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.