ગાંધીનગર: મળતી માહિતી મુજબ સરગાસણ વિસ્તારમાં આવેલી શાંતિ વિલા સોસાયટીમાં 13 નંબરના બંગલામાં જુગાર રમાતો હોવાની બાતમી ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચને મળી હતી. જેને લઇને ગુરુવારે મોડી રાતના સમયે પોલીસે ટીમ સાથે રેડ કરી હતી. જેમાં 6 જુગારી જુગાર રમતા રંગેહાથ ઝડપાયા હતાં. આ જુગાર ગાંધીનગર ભાજપની મહિલા કાર્યકર્તા હિના પટેલના સરગાસણ સ્થિત 13 નંબરના બંગલામાં રમાતો હતો.
LCBની ટીમ દ્વારા જુગાર રમતા મહિલા કાર્યકર્તા હિના પટેલ, જગદીશ રણછોડ પટેલ, જીગ્નેશ નરહરિ પ્રસાદ ભટ્ટ, અંકિત બબાભાઈ પટેલ, કુણાલ પરેશ પટેલ અને સરફરાજ ઇસ્માઇલ ફકીરને ઝડપી લીધા હતાં. રેડ દરમિયાન રોકડ 51900, 4 મોબાઇલ કિંમત 12, 500, 4 લાખ રૂપિયાની એક કાર સહિત 4.67 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે તમામ આરોપીઓને મોડી રાત્રે અડાલજ પોલીસ સ્ટેશન સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
સરગાસણ શાંતિ વિલા બંગલામાંથી ભાજપના મહિલા કાર્યકર્તા સહિત 6 જુગાર રમતા પકડાયા - ભાજપના મહિલા કાર્યકર્તા જુગાર રમતા પકડાયા
શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, ત્યારે જુગારીઓ મન મૂકીને જુગાર રમી રહ્યા છે. પોલીસની સતત વોચ વચ્ચે પણ જુગાર રમવાનું છોડતા નથી, ત્યારે ગાંધીનગર લોકલક્રાઈમ બ્રાન્ચે સરગાસણમાંથી ભાજપની મહિલા કાર્યકર્તા સહિત 6 લોકોને જુગાર રમતા રંગેહાથ ઝડપી લીધા હતાં.