ETV Bharat / state

ગાંધીનગર GIDCમાં 10 લાખની સિગરેટ ચોરીનો ભેદ ઉકેલાયો, 3 આરોપી ઝડપાયા - crime news

ગાંધીનગરઃ શહેરના સેક્ટર-26 GIDCના એક પ્લોટમાં પડેલ ટ્રકમાંથી 26 સપ્ટેમ્બરનાં રોજ 10 લાખની સિગારેટ ચોરી થઈ ગઈ હતી. જેથી ટ્રાન્સપોર્ટ કંપની ચલાવતા બીજલભાઈ ભરવાડે ચોરીની ફરીયાદ નોંધાવી હતી. જેના આધારે ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ભાવનગરના 3 શખ્સોને ઝડપી લીધા છે અને હજુ 8 લોકો ફરાર છે.

gandhinagar local crime brance
author img

By

Published : Oct 3, 2019, 6:42 PM IST

ગત્ 24 સપ્ટેમ્બરના રોજ આઈસર ટ્રકના ડ્રાઈવર અમદાવાદથી કુલ 115 નંગ પાર્સલ ભરીને લાવ્યા હતા. સવારે સાડા છ વાગ્યે ડ્રાઈવર ઉઠ્યો ત્યારે દોરડા તુટેલા હતા અને તાલપતરી ખુલ્લી હત, જેથી ડ્રાઈવરને શંકા જતાં તપાસ કરી તો, જાણવા મળ્યું કે, 115 પાર્સલમાંથી 5 પાર્સલ ઓછા હતા. એક પાર્સલની કિંમત 1 લાખ રૂપિયા હતી. તેવા પાંચ પાર્સલમાં કુલ 10 કાર્ટુનમાં ભરેલી કુલ 10 લાખની સિગારેટ કોઈ શખ્સ ઉઠાવી ગયું હતુ. આ બાબતની તપાસ કરતા યોગ્ય જવાબ ન મળતા પોલીસે દર્શન ઉનાગર ભાવનગર, યોગીન કુકડીયા બોટાદ અને નિખિલ ટાંક રાજકોટ ઝડપી લીધા હતા. જેમાં પૂછપરછ કરતા 26 સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર GIDC માંથી સિગારેટના પાર્સલની ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. આ તમામ આરોપીઓ પાસેથી પોલીસે 72,400ની કિંમતના અલગ-અલગ સિગારેટના બોક્સ, મોબાઇલ ફોન અને વરના કાર મળી 1,83સ400નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

gandhinagar local crime brance
આરોપી પાસેથી પકડાયેલ મુદ્દામાલ

પોલીસ દ્વારા આ તમામ આરોપીઓની પૂછપરછ કરતા અન્ય માલ અલગ ટીમ દ્વારા લઈ જવામાં આવ્યો છે તેમ કીધું હતું. આ ચોરીમાં 11 લોકો સામેલ હતા અને ચોરી બાદ તેના ભાગ પાડવામાં આવ્યા હતા. ત્યારે ચોરી કરેલો અન્ય માલ તથા અન્ય આઠ લોકોને ઝડપી લેવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

Intro:હેડલાઈન) GIDCમાંથી 6 દિવસ પહેલા 10 લાખની સિગરેટ ચોરનાર 3 પકડ્યા, 8 બાકી

ગાંધીનગર,

સેક્ટર-26 જીઆઈડીસીમાં આવેલા પ્લોટમાં પડેલા ટ્રાન્સપોર્ટના ટ્રકમાંથી ગત 26 સપ્ટેમ્બરનાં રોજ 10 લાખની સિગારેટ ચોરાવાની ઘટના બની હતી. પ્લોટ નંબર-ઈ-198માં ખોડીયાર રોડવેઝ ટ્રાન્સપોર્ટ કંપની ચલાવતા બીજલભાઈ ભરવાડે (39 વર્ષ, રહે-કિશાનનગર, સે-26)એ સેક્ટર-21 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ભાવનગરના 8 શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે જ્યારે ભાગ પાડી ને માલ લઈ જનાર હજુ 8 લોકો ફરાર છે.Body:24મીએ રાત્રે તેમના ડ્રાઈવર આઈસર ટ્રકમાં અમદાવાદથી કુલ 115 નંગ પાર્સલ ભરીને લાવ્યા હતા, આઈસર પર તાટપતરી ઢાંકીને દોરડા બાંધેલા હતા. ડ્રાઈવર રાત્રે બાર વાગ્યે પ્લોટમાં જ ખુલ્લામાં સુઈ ગયો હતો. સવારે સાડા છ વાગ્યે તે ઉઠ્યો ત્યારે દોરડા તુટેલા હતા અને તાટપતરી ખુલ્લી હતી. 115 પાર્સલમાંથી 5 ઓછા હતા. આઈસીટી કંપનીની સિગારેટના કુલ 7 પાર્સલ મંગાવ્યા જેમાંથી પાંચ ગુમ હતાં. ગૂમ થયેલા પાર્સલોમાં એકમાં બે કાર્ટુન હતા, જે એકની કિંમત 1 લાખ રૂપિયા હતી. જેને પગલે પાંચ પાર્સલમાં કુલ 10 કાર્ટુનમાં ભરેલી કુલ 10 લાખની સિગારેટ કોઈ શખ્સ ઉઠાવી ગયું હતુ.Conclusion:ગાંધીનગર જીલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્રારા ગુનાખોરી અટકાવવા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું. તે દરમિયાન નાના ચિલોડા સર્કલથી હિંમતનગર રોડ ઉપર વરના કાર નંબર જીજે 1 HR 5749 પડી હતી. જેમાં અલગ-અલગ સિગરેટના કાર્ટુન ભરેલા પડયા હતા. આ બાબતની તપાસ કરતા યોગ્ય જવાબ ન મળતા પોલીસે દર્શન ઉનાગર ભાવનગર, યોગીન કુકડીયા બોટાદ અને નિખિલ ટાંક રાજકોટ ઝડપી લીધા હતા. પોલીસે આ તમામની પૂછપરછ કરતા 26 સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર જીઆઇડીસી માંથી સિગરેટના પાર્સલની ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. તમામ આરોપીઓ પાસેથી પોલીસે 72400ની કિંમતના અલગ-અલગ સિગારેટના બોક્સ, મોબાઇલ ફોન અને વરના કાર મળી 183400નો મુદ્દામાલ કબજે કર્યો હતો

તમામ આરોપીઓની પૂછપરછ કરતા અન્ય માલ અલગ ટીમ દ્વારા લઈ જવામાં આવ્યો હતો. અગિયાર લોકો દ્વારા ચોરી કરવામાં આવી હતી. ત્યારબાદ તેના ભાગ પાડવામાં આવ્યા હતા, ત્યારે ચોરી કરેલો અન્ય માલ તથા ચોરીમાં સામેલ આઠ લોકોને ઝડપી લેવા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.