ગાંધીનગર: મળતી માહિતી મુજબ, સેકટર-7મા રહેતા અને હોટલ હવેલીમાં ફરજ બજાવતા 52 વર્ષીય પુરુષ અને સેકટર-23માં રહેતા 43 વર્ષીય માણસાના પશુચિકિત્સક કોરોનાગ્રસ્ત થયા છે. સેક્ટર-12માં રહેતા સિવિલ હોસ્પિટલના 34 વર્ષીય સ્ટાફ બ્રધરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ત્રણેય દર્દીને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. સેક્ટર-24ની 24 વર્ષીય યુવતી અને સરગાસણમાં ટ્રાવેલ એજન્સી ચલાવતા સેક્ટર-24ના 30 વર્ષીય યુવક કોરોનાગ્રસ્ત થતાં તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
સેક્ટર-4માં રહેતા 34 વર્ષીય મેડિકલ રીપ્રેઝન્ટેટિવ, સેક્ટર-6મા 52 વર્ષીય પ્રાઈવેટ કોન્ટ્રાક્ટરના કોરોનાગ્રસ્ત થયાં છે. સેક્ટર-17માં રહેતા અને TCSમાં નોકરી કરતાં 24 વર્ષીય યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તેને ગાંધીનગર સિવિલમાં દાખલ કરાયો છે. મંગળવારે નોંધાયેલા આઠ દર્દીમાંથી છ ને સિવિલમાં અને બે ને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા છે. ઘણાં દિવસો પછી નવા દર્દીને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા નથી. મ્યુનિસિપલની સત્તાવાર યાદી મુજબ, અત્યાર સુધીમાં કુલ 521 કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા છે અને 13ના મોત થયાં છે.
ગાંધીનગર તાલુકામાં સૌથી વધુ 11 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં વાવોલ ગામમાં 68 વર્ષના પુરૂષ, લવારપુર ગામમાં 25 વર્ષનો યુવાન, પ્રાંતિયા ગામમાં 68 વર્ષના પુરૂષ, કોલવડા ગામમાં 34 વર્ષનો યુવાન, ભાટ ગામમાં 42 વર્ષનો યુવાન, કોબામાં 29 અને 32 વર્ષની યુવતીઓ, કુડાસણમાં 29 વર્ષની યુવતી, રાયસણમાં 40 વર્ષની મહિલા અને પેથાપુરમાં 64 અને 57 વર્ષના પુરૂષ સંક્રમિત થાય છે.
કલોલ તાલુકાના છત્રાલ ગામમાં 50 વર્ષના પુરૂષ, સઇજ ગામમાં 69 વર્ષના વૃધ્ધ, અર્બન-1માં 31 વર્ષનો યુવાન અને 31 વર્ષની યુવતી, જ્યારે અર્બન-2માં 56 વર્ષના પુરૂષ તેમજ 64 વર્ષની મહિલાનો પોઝિટિવ કેસમાં સમાવેશ થાય છે. જ્યારે માણસા અર્બનમાં 60 વર્ષની સ્ત્રી અને 29 વર્ષનો યુવાન તેમજ બાબુપુરામાં 60 વર્ષના પુરૂષનો રિપોર્ટ પોઝિટિવ નોંધાયો છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારનો કુલ આંકડો 1124 થયો છે.
સિવિલના સ્ટાફ બ્રધર, પશુચિકિત્સક, કોન્ટ્રાક્ટર, હોટલ હવેલીના કર્મચારી સહિત 28 કોરોનામાં સપડાયા
સિવિલ હોસ્પિટલના સ્ટાફ બ્રધર અને હોટલ હવેલીના કર્મચારી સહિત પાટનગરમાં વધુ 8 વ્યક્તિ કોરોનામાં સપડાયા છે. ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વધુ 20 વ્યક્તિ કોરોનાગ્રસ્ત થયા છે. જેમા ગાંધીનગર તાલુકામા 11, માણસામા 3 અને કલોલમાં 6 કેસ સામે આવ્યાં છે.