ગાંધીનગર: ગુજરાત વિધાનસભાના બજેટ સેશન દરમિયાન આજે પ્રથમ કલાક દરમિયાન પ્રશ્નોતરી મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ખેડૂતોને લઈને વિપક્ષે ગૃહમાં હોબાળો પણ કર્યો હતો. જ્યારે પ્રશ્નોતરી દરમિયાન અનેક ખેડૂતોને પાક વીમો ચૂકવાયોના હોવાનું પણ લેખિતમાં સરકારે પ્રશ્નોતરીમાં જણાવ્યું હતું, ત્યારે સરકારે આ મુદ્દે ગૃહમાં વધુ ચર્ચા ન કરતા હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહમાંથી વોક આઉટ કર્યુ હતું. આ સાથે જ વિધાનસભાની ગેલેરીમાં આવીને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર પણ કર્યા હતાં. આ ઉપરાંત વિધાનસભા અધ્યક્ષની વિરુદ્ધ પણ સૂત્રોચ્ચાર કર્યાં હતાં.
કોંગ્રેસના વિધાનસભાના દંડક શૈલેષ પરમારે જણાવ્યું હતું કે, ખેડૂતો પાક વીમા અંતર્ગત કરોડ રૂપિયાનું પ્રિમીયમ લીધું છે. પાક વીમા ચૂકવતી કંપનીઓ સાથે સરકારની મિલીભગતથી ખુલ્લીના પડે તે માટે વિધાનસભામાં સરકારે ષડયંત્ર કરી સવાલ ઉડાડી દીધો હતો. જ્યારે વિક્રમ માડમે જણાવ્યું હતું કે, 2019માં દેવભૂમિ દ્વારકાને પાક વીમો પાયો જ નથી. સરકારની મિલીભગતથી એટલે આપણા દેશના આવવા ન દીધો. જ્યારે નીતિન પટેલે પણ કબૂલ્યું કે, કેન્દ્રમાંથી ગ્રાન્ટ સમયસર આવતી નથી. તેમની જે સરકાર છે, છતાં પણ આવું કેમ? તેવા પણ પ્રશ્નો વિક્રમ માડમે કર્યાં હતાં.
કૃષિપ્રધાન આર.સી.ફળદુએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં એક જ વીમા કંપની સામે પગલાં ભરવામાં આવ્યા છે. પાક વીમા સંદર્ભે ખેડૂતોએ મુદ્દે અમારું મન ખુલ્લું જ છે. એક જવાબદાર કૃષિ પ્રધાન તરીકે મને એવું લાગે છે કે, વીમા કંપનીઓ માટે સિરિયસ નથી. એટલે વીમા કંપની સામે ખેડૂતો માટે અમે ફાઇટ કરીએ છીએ. જ્યારે સરકાર મંજુરી આપશે તો બીજી વીમા કંપની સામે પણ કડક પગલાં લઈશું..
ક્યાં-કેટલા ખેડૂતોને પાક વીમો બાકી?
- બનાસકાંઠા 648
- અરવલ્લી 4816
- ભાવનગર 1116
- દ્વારકા 3998
- જામનગર 147
- ગીર સોમનાથ 5005
- મહેસાણા 3
- સુરેન્દ્રનગર 311
- છોટા ઉદેપુર 2
- અમરેલી 2807
- પોરબંદર 4618
- આણંદ 67
ઉલ્લેખનીય છે કે, ખેડૂતોના મુદ્દે જ્યારે વિધાનસભામાં ચર્ચા ચાલી રહી હતી, ત્યારે વિધાનસભા અધ્યક્ષ જૂના સભ્યોને સૂચના આપી હતી કે, પ્રશ્નોત્તરીમાં કોઈ સભ્ય વચ્ચે કોમેન્ટ કરશે, તો જ પ્રશ્ન રદ કરવામાં આવશે. જેના પગલે કોંગ્રેસના સભ્ય ની કાર્યવાહી સામે વિરોધ વ્યક્ત કરી રહ્યાં હતા. જે બાદ કોંગ્રેસના સભ્યોએ વિધાનસભા ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું અને ખેડૂતોને ન્યાય આપો ખેડૂત વિરોધી સરકાર નહીં ચાલે તેવા સૂત્રોચ્ચાર પણ કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભા ગૃહમાંથી બહાર નીકળતા દરમિયાન કર્યાં હતાં.