ETV Bharat / state

ગાંધીનગર સ્વચ્છતા બાબતે દેશમાં પ્રથમ સ્થાને આવે તે માટે કોર્પોરેશનની ટીમ આવું કામ કરશે

ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા એક મહત્વનો નિર્ણય (Gandhinagar Standing Committee)કરવામાં આવ્યો છે. જેમાં કોર્પોરેશનના અલગ અલગ વિભાગ દ્વારા કરવામાં આવતા તમામ ખર્ચા અને આવકનો હિસાબ નાગરિકો જોઈ શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. કોર્પોરેશન સમગ્ર દેશમાં સ્વચ્છતા બાબતે પ્રથમ ક્રમ પર આવે તેને ધ્યાનમાં લઈને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સહિત કોર્પોરેટર ઇન્દોરની મુલાકાત લેશે.

ગાંધીનગર સ્વચ્છતા બાબતે દેશમાં પ્રથમ સ્થાને આવે તે માટે કોર્પોરેશનની ટીમ આવું કામ કરશે
ગાંધીનગર સ્વચ્છતા બાબતે દેશમાં પ્રથમ સ્થાને આવે તે માટે કોર્પોરેશનની ટીમ આવું કામ કરશે
author img

By

Published : Jul 2, 2022, 8:27 PM IST

ગાંધીનગર: ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતી. જેમાં 18 મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી હતી અને ચર્ચાના અંતે સર્વનામ મતે તમામ મુદ્દાઓ પર મંજૂરીની મોહન લાગી હતી. આ બેઠક બાદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન(Gandhinagar Corporation team will go to Indore ) જશવંત પટેલે પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે સ્ટેન્ડિંગ કમિટીના તમામ મુદ્દા ઉપર સર્વ સંમતિથી મંજૂરીની મહોત મારવામાં આવી છે જ્યારે આવનારા દિવસોમાં ગાંધીનગર કોર્પોરેશન સમગ્ર દેશમાં સ્વચ્છતા બાબતે પ્રથમ ક્રમ ઉપર આવે તેને ધ્યાનમાં લઈને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સહિત પાંચ જેટલા કોર્પોરેટર ઇન્દોરની મુલાકાત લેશે. ઇન્દોરના સ્થાનિક તંત્ર સાથે ચર્ચા વિચાર્ણા કર્યા બાદ સ્વચ્છતા બાબતે ગાંધીનગરમાં પણ સ્વચ્છતાના કાર્યો અમલીકરણ કરાવશે.

કોર્પોરેશનની ટીમ

હવે ખર્ચ અને આવક લોકો જોઈ શકશે - ગુજરાતની આઠ મહાનગરપાલિકા (Gandhinagar Standing Committee)પૈકી ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના અલગ અલગ વિભાગ દ્વારા કરવામાં આવતા તમામ ખર્ચા અને આવકની હિસાબ હવે સામાન્ય નાગરિકો જોઈ શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. આમ એક દિવસમાં કેટલા ખર્ચા થયા અને કેટલી આવક થઈ તે તમામ પ્રકારની વિગતો કોર્પોરેશનની સાઈટ ઉપર ઓનલાઈન પ્રતિદિન પ્રસિદ્ધ કરવામાં આવશે, જ્યારે આવકની વિગતો પણ ઓનલાઇન રાખવામાં આવશે જેથી ભ્રષ્ટાચારને રોકવામાં સરળતા રહે અને લોકોને તમામ માહિતી પણ પ્રાપ્ત થઈ શકે.

આ પણ વાંચોઃ બિગ બી અમિતાભ બચ્ચને હૈદરાબાદના રામોજી ફિલ્મ સીટીમાં ગ્રીન ઇન્ડિયા ચેલેન્જમાં જોડાયા

ગાંધીનગરના ખાલી પ્લોટમાં 10 લાખ વૃક્ષોની વાવણી કરાશે - ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ (Gandhinagar Standing Committee Meeting)ચેરમેન પટેલ વધુમાં જણાવ્યું હતું કે ગાંધીનગરમાં અનેક એવા કોર્પોરેશન હસ્તકના ખાલી પ્લોટ છે જેમાં દસ લાખ જેટલા વૃક્ષોની વાવણી કરવામાં આવશે. આ ઉપરાંત આ બાબતે બે જેટલી એજન્સી સાથે એમઓયુ પણ કરવામાં આવ્યા છે જેમાં તમામ ખર્ચા સાથે ત્રણ વર્ષની વૃક્ષોની જાળવણી કરવાની એમઓયુ થયા છે, આમ અત્યારે પાંચ લાખ જેટલા વૃક્ષો રાજ્ય સરકારના જંગલ વિભાગ પાસેથી ખરીદી કરવામાં આવ્યા છે.

વૃક્ષોની કાપણી કરવામાં આવી - આ ચોમાસાની સિઝન દરમિયાન સમગ્ર ગાંધીનગરમાં 10 લાખ જેટલા વૃક્ષોની વાવણી કરવામા આવશે, જેથી ગ્રીન સીટી, ગાંધીનગર સિટી તરીકેનું બિરુદ જળવાઈ રહે. ત્યારે સત્તાવાર આંકડો જાહેર કર્યા વગર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જશવંત પટેલે જણાવ્યું હતું કે આજે વૃક્ષોની કાપણી કરવામાં આવી છે તે વિકાસને લઈને જ વૃક્ષો કાપવામાં આવ્યા છે. જ્યારે 70 વર્ષ જૂની ગટરની અને પાણીની પાઇપલાઇનનો બદલવા જેવા કામો કરવાથી આ વૃક્ષોનું કાપણી કરાઈ છે પરંતુ હવે આવનારા દિવસોમાં એટલે કે આ ચોમાસાની સિઝનમાં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દસ લાખ જેટલા વૃક્ષોની વાવણી કરવામાં આવશે.

આ પણ વાંચોઃ વૃક્ષો વાવો વૃક્ષ બચાવો : AMC એ શહેરને ગ્રીન કવર કરવા લિધો મહત્વપૂર્ણ નિર્ણય

વરસાદમાં કોર્પોરેશન ટીમ હાજર - ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર શરૂઆત થઈ ગઈ છે. ગાંધીનગરમાં અનેક જગ્યાઓ સરદાર વરસાદ પડ્યો હતો ત્યારે પ્રથમ વરસાદમાં જ અનેક ફોન કોર્પોરેશન આવ્યા હતા. આવનારા દિવસોમાં ભારે વરસાદથી નાગરિકોને હેરાન થવું ન પડે તેના માટે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોનસુનની કામગીરી માટે ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં પાંચ જેટલા જેસીબી, પાંચ ટ્રેક્ટર અને 15 જેટલા કારીગરો 24 કલાક હાજર રહેશે અને ગમે તે જગ્યાએથી પાણી ભરાવાના અથવા તો કોઈ જાનહાનિ અથવા તો કોઈપણ ઘટનાને ફોન કોર્પોરેશનમાં આવશે તો તે તાત્કાલિક ધોરણે નિકાલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવશે. જ્યારે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે એક કંટ્રોલ રૂમ પણ ઊભો કરવામાં આવશે જેથી કોઈપણ નાગરિકોને વરસાદની પરિસ્થિતિમાં મુશ્કેલીઓનો સામનો કરવો ન પડે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.