- 16 વર્ષીય કિશોરી હેડ બોલની તાલીમ માટે આવી હતી
- 20 વર્ષીય ખેલાડીએ ગાંધીનગરના ગેસ્ટ હાઉસમાં દુષ્કર્મ આચર્યું
- હરિયાણાના ખેલાડીએ લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું
ગાંધીનગર : હેડ બોલની તાલીમ માટે યુવતી ગાંધીનગર આવી હતી. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (Sports Authority Of India)માં જ તે રોકાણ કરીને ટ્રેનિંગ લેતી હતી. જેની મુલાકાત અહીં ટ્રેનિંગ લઈ રહેલા હરિયાણાના યુવક રવિ સાથે થઈ હતી. આ દરમિયાન રવિએ તેને લગ્ન કરવાની લાલચ આપીને ફોસલાવી તેના પર દુષ્કર્મ આચર્યું હતું.
આ પણ વાંચો : કેશોદમાં ખાનગી શાળાની મહિલા શિક્ષિકા પર જાતિય દુષ્કર્મ
ભોગ બનનારી કિશોરીએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી
યુવતીની ટ્રેનિંગ અહીં 2019થી 2021 દરમિયાન ચાલતી હતી. જે બાદ તે અહીં ટ્રેનિંગ લીધા પછી અવાર-નવાર તેના ઘરે પણ જતી હતી. જોકે, ઘરે ગયા પછી પણ તે હરિયાણાના યુવક સાથે ફોન પર વાતો કરતી હતી. ઘરના સભ્યોએ તેને આ વિશે પૂછતાં તેને તમામ વિગત જણાવી હતી. હરિયાણાના યુવકે લગ્નની લાલચ આપીને ફસાવી હોવાની ઘરવાળાને શંકા ગઈ હતી. જેથી રવિ નામના યુવક વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાઇ હતી.
આ પણ વાંચો : Rape case: વડોદરામાં મોડેલ બનાવવાની લાલચ આપી યુવતી પર હોટલમાં દુષ્કર્મ
ગેસ્ટ હાઉસમાં દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું
પોલીસ સ્ટેશનમાં જીરો નંબરથી ફરિયાદ નોંધાઈ છે. ગાંધીનગર પોલીસ મથકમાં ફરિયાદ ટ્રાન્સફર કરાઇ હતી. જોકે, ગાંધીનગરના એક ગેસ્ટ હાઉસમાં દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. જેથી પોલીસે પણ વધુ વિગતો મેળવવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. જોકે, ભોગ બનનાર આરોપી હાલ ઘટના સ્થળે હાજર નથી. પોલીસે તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો -
- Ahemdabad rape case: પુત્રવધુ પર સસરાએ આચર્યુ દુષ્કર્મ, સસરાની કરાઇ ધરપકડ
- દમણ: 14 વર્ષની સગીરા સાથે થયું સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય, આરોપીની ધરપરડ
- સગીરા પર દુષ્કર્મ આચરનારા 2 આરોપીઓની પોક્સો એક્ટ (Pocso Act ) હેઠળ કરાઇ ધરપકડ
- ધંધુકા પોલીસે 24 વર્ષીય યુવતી પર દુષ્કર્મ આચરનારા નરાધમને ઝડપી પાડ્યો
- વડોદરામાં 15 વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવી મિકેનીક યુવકે લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યુ