- મહામહિમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દીવના પ્રવાસે
- દિવને નવોઢાની જેમ શણગારવામાં આવ્યું
- ડ્રોન દ્વારા લેવાયેલા આહલાદક દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ
દીવ : સુપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ દીવમાં રાષ્ટ્રપતિ ત્રણ દિવસની મુલાકાતે છે. જેને લઈ દીવને દુલ્હનની માફક સજાવાયું છે. દીવ શહેરના ડ્રોન દ્વારા લેવાયેલા આહલાદક દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ થયા.
આ દ્રશ્યો છે સુપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ દીવનાં
ક્રિસમસ અને રાષ્ટ્રપતિના આગમનને લઇ દીવને રંગબેરંગી રોશનીઓથી સજાવવામાં આવ્યું છે. હજારો ફૂટ ઉંચાઈ પરથી દિવનો રાત્રી નજારો ડ્રોન કેમેરામાં કેદ થયો છે. હાલ 25 ડિસેમ્બરથી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દીવના મહેમાન બન્યા છે. આગામી 28 ડિસેમ્બરે રાષ્ટ્રપતિ દીવથી રવાના થવાના છે. રાષ્ટ્રપતિનાં આગમનને લઈ દીવ શહેરના રસ્તાઓ, સરકારી ઇમારતો કિલ્લો અને પાણીકોઠા સહિતને દુલ્હનની માફક સજાવવામાં આવ્યા છે.