ETV Bharat / state

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મલાલાના ઓડિટોરિયમથી અનેક યોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ચાર દિવસીય દીવની મુલાકાતે છે, ત્યારે તેમણે મલાલાના ઓડિટોરિયમથી અનેકવિધ યોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. રાષ્ટ્રપતિ 25 ડિસેમ્બરે દીવ પહોંચ્યા હતા.

President Ramnath Kovind in Diu
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મલાલાના ઓડિટોરિયમથી અનેક યોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું
author img

By

Published : Dec 27, 2020, 7:11 AM IST

  • રાષ્ટ્રપતિ રામનાથ દીવની ચાર દિવસીય મુલાકાતે
  • અનેકવિધ યોજનાઓનું કર્યું લોકાર્પણ
  • દીવમાં શિક્ષણ ક્ષેત્રે, વોકવે, શાકમાર્કેટ સહિત અનેક જગ્યાનું નવીનીકરણ થશે

દીવઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દીવમાં સંબોધન પહેલા ગુજરાતીમાં 'કેમ છો કહીને કરી શરુઆત કરી હતી. કેન્દ્ર શાસિત દીવના ઓડીટોરીયમ ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા કરોડોના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પ્રશાશક પ્રફુલ પટેલ દ્રારા દીવ કલેક્ટરને બ્લુ ફલેગ સર્ટીફિકેટ એનાયત કરાયું હતું. દીવમાં હવાઇ સેવા, દરીયાઇ સેવા અને જમીનસેવાથી ટુરીસ્ટો ઉમટી પડશે. દીવમાં શિક્ષણ ક્ષેત્રે, વોકવે, શાકમાર્કેટ સહિત અનેકનું નવીનીકરણ કરાશે

President Ramnath Kovind in Diu
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મલાલાના ઓડિટોરિયમથી અનેક યોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દીવના મલાલા ઓડિટોરિયમની મુલાકાત કરી

કેન્દ્ર શાસિત દીવમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા દીવના આધુનિક ઓડીટોરીયમ ખાતે એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક ફરજીયાત, સેનેટાઇઝ સહિતના નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું. આ તકે દીવ- દમણના પ્રશાશક પ્રફુલ પટેલ, સાંસદ લાલુ પટેલ, કલેક્ટર સલોની રોય, દીવ હોટલ એસોશિએશન, દીવ મ્યુનિસીપલ કોર્પોરેશનના પ્રમુખ હિતેષ સોલંકી સહિત ઉપસ્થિત રહ્યા હતા. જેમાં પ્રશાશક પ્રફુલ પટેલે જણાવ્યું હતું કે, કોરોનાની મહામારી વચ્ચે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તેમના પરીવાર સાથે દીવના ત્રણ દિવસના પ્રવાસે છે. આ સમયને દીવના પાનામાં સોનેરી અક્ષરોએ લખાશે. દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્રારા અનેક વિકાસના કામોને વેગ મળ્યો છે અને હજૂ પણ મળી રહ્યો છે. જેમાં દીવને ભારતભરમાં ગૌરવ અપાવનારા બ્લુ ફલેગ સર્ટીફિકેટ પણ મળ્યું છે, જેનાથી દીવમાં ઇન્ટરનેશનલ ટુરીસ્ટો હવેથી અચૂક આવવાના છે. જેથી દીવના સ્થાનિક લોકોને પણ રોજગારી મળશે. દીવમાં શિક્ષણ ક્ષેત્રે પણ નવું હબ બનાવવામા આવ્યું છે. જેમાં પણ એનઆરઆઈ વિધાર્થીઓ આવવાના છે. દીવનું ગૌરવ વધશે. દીવમાં નાગવાબીચ પર ફુડ કોર્ટ, દીવના કિલ્લામાં લાઇટ એન્ડ સાઉન્ડ શો, રોડ રસ્તાના કામો, નવી હવાઇમાર્ગ સહિત અનેક વિકાસના કામો થયા છે અને હજુ પણ થવાના છે.

દીવને અનેક સિદ્ધિઓ મળી છે

આ તકે પ્રશાશક પ્રફુલ પટેલ દ્રારા દીવ કલેક્ટર સલોની રોયને બ્લુ ફલેગ સર્ટીફિકેટ એનાયત કરાયું હતું. દીવના ઇતિહાસને ઉજાગર કરનારી બુકનું પણ રાષ્ટ્રપતિના હસ્તે લોકાર્પણ કરાયુ હતું. દીવને આવનારા સમયમાં કેટલુ મળવાનું છે અને કઇ રીતે દીવ દેશ અને દુનિયાના નકશામાં જગમગતુ રહેશે તે અંગેની ડોકયુમેન્ટરી ફિલ્મ પણ બતાવાઇ હતી. દીવને સ્માર્ટ સીટીનો પણ દરજજો મળ્યો છે. આ સહિત નાના એવા દીવ જિલ્લાને અનેક કુદરતી સૌંદર્ય, ઐતિહાસિક ધરોહર, બ્લૂ ફલેગ સર્ટીફિકેટ, સ્માર્ટ સીટી સહિતની અનેક સિધ્ધીઓ પ્રાપ્ત થયેલી છે.

દીવ માટે વિવિધ યોજનાઓ લોકાર્પણને લઈ દીવમાં ટુરિસ્ટની સુવિધામાં વધારો થશે

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું દીવમાં ત્રણ દિવસનું રોકાણ તે દીવ માટે ઘણી જ આનંદની વાત છે. તેમજ દીવમાં ઐતિહાસિક વિકાસના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. દીવના પ્રશાશક પ્રફુલ પટેલ દ્રારા દીવ કલેક્ટરને બ્લુ ફલેગ સર્ટીફિકેટ પણ એનાયત કરવામાં આવ્યું છે, ત્યારે દીવ હવે ઇન્ટરનેશનલ ટુરીસ્ટોથી ઉભરતું જોવા મળશે તેમ દીવ-દમણના પ્રસાશક પ્રફુલ પટેલે જણાવ્યું હતું.

રાષ્ટ્રપતિએ દિવની વ્યવસ્થા અને આતિથ્યભાવને વખાણી

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પોતાના ભાષણની શરુઆત "કેમ છો " કહીને કરી હતી, ત્યારે હાલ કોરોનાની મહામારી વચ્ચે ત્રીજી યાત્રા દીવમાં થઇ છે અને તેમનો આનંદ વ્યકત કર્યો હતો. દીવને અનેક સિધ્ધિઓ મળી છે. દીવ દેશ અને દુનિયાના નકશામાં ઝગમગતું જોવા મળી રહ્યું છે. તે આપણા સૌ માટે ગૌરવની વાત છે. આ તકે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, દીવના પ્રશાશક પ્રફુલ પટેલની કામગીરીને બીરદાવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.