સંઘ પ્રદેશ પર 'મહા' નામનું વાવાઝોડું છેલ્લા ત્રણ દિવસથી ત્રાટકવાનો ભય સેવવામાં આવતો હતો. જેમ જેમ વાવાઝોડું દીવથી નજીક આવતું ગયું તેમ તેમ દીવના સ્થાનિક લોકોમાં ભારે ભય વ્યાપી રહ્યો હતો જેને લઈને દીવ જિલ્લા પ્રશાશન દ્વારા દરિયા કિનારા નજીક રહેતા લોકોને સલામત સ્થળ પર ખસેડવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
દીવના વબનકબાર વિસ્તારમાં બનાવવામાં આવેલા શેલ્ટર હાઉસમાં 97 મહિલા, 30 પુરુષ અને 62 બાળકો સાથે કુલ 189 લોકોને આશ્રય આપવામાં આવ્યો હતો. હવે જ્યારે વાવાઝોડાની ખતરો દૂર થતાં તમામ 189 લોકોને ફરીથી તેમના ઘરે પરત મોકલવાનો નિર્ણય દીવ પ્રશાસન દ્વારા કરવામાં આવતા તમામ લોકોને તેમના ઘરે પરત મોકલવામાં આવ્યા હતાં.