ETV Bharat / state

સંઘ પ્રદેશ દિવના પ્રશાસક પ્રફુલ પટેલ ચાર દિવસની દીવની મુલાકાતે, વિકાસના કામોનું કરશે નિરીક્ષણ - દિવ લેટેસ્ટ ન્યૂઝ

સંઘ પ્રદેશ દિવના પ્રશાસક પ્રફુલ પટેલ ચાર દિવસની દીવની મુલાકાતે આવ્યા છે. આ દિવસો દરમિયાન પ્રફુલ પટેલ દીવમાં ચાલી રહેલા વિકાસના કામોનો જાત નિરીક્ષણ કરશે. તેમજ તેમાં જરૂરી સુધારા અને સુચના આપીને આ કામો તાકીદે પૂર્ણ થાય તે અંગે દીવના કલેકટર અને વહીવટી અધિકારીઓ સાથે વિચાર-વિમર્શ કરશે.

Diu News
સંઘ પ્રદેશ દિવના પ્રશાસક પ્રફુલ પટેલ ચાર દિવસની દીવની મુલાકાતે
author img

By

Published : Dec 4, 2020, 9:30 AM IST

  • સંઘ પ્રદેશ દિવના પ્રશાસક પ્રફુલ પટેલ દીવની ચાર દિવસીય મુલાકાતે
  • અહીં તેઓ જિલ્લાના અધિકારીઓ સાથે વિચાર-વિમર્શ કરશે
  • દીવમાં ચાલી રહેલા વિકાસના કામોનું કરશે જાત નિરીક્ષણ

દીવઃ સંઘ પ્રદેશ દિવના પ્રશાસક પ્રફુલ પટેલ ચાર દિવસની દીવની મુલાકાતે આવ્યા છે. તેઓ ચાર દિવસ દરમિયાન દીવમાં ચાલી રહેલા વિકાસના કામોનો જાત નિરીક્ષણ કરશે. શુક્રવારે વહેલી સવારે દીવ પહોંચેલા પ્રશાસક પ્રફુલ પટેલે જિલ્લા કલેકટર સલોની રાય સહિત જિલ્લાના તમામ અધિકારીઓ સાથે જે જગ્યા પર વિકાસના કામોનું અને ખાસ કરીને પર્યટન ઉદ્યોગને વેગ આપી શકાય તેવા સ્થળની જાત મુલાકાત કરી હતી. તેમજ જે કામો ચાલી રહ્યા છે તેને લઈને અધિકારીઓને સલાહ સુચન પણ આપ્યા હતા.

સંઘ પ્રદેશ દિવના પ્રશાસક પ્રફુલ પટેલ ચાર દિવસની દીવની મુલાકાતે
દીવમાં ચાલી રહેલા વિકાસના કામો

સંઘ પ્રદેશ દીવમાં ઘોઘલા નજીક પ્રધાનમંત્રી આવાસ યોજનાનું કામ ચાલી રહ્યું છે. વડા પ્રધાનનો આ ડ્રીમ પ્રોજેક્ટ છે જેને લઇને પ્રફુલ પટેલે જિલ્લાના અધિકારીઓ સાથે અહીં મુલાકાત કરી હતી અને કામની પ્રગતિને લઈને સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમજ નવું અતિથિગૃહ પણ બનવા જઈ રહ્યું છે તેને લઈને પણ પ્રફુલ્લ પટેલે સ્થળની મુલાકાત કરી હતી અને અહીં ચાલી રહેલા કામો અંગે જિલ્લા કલેકટર સહિત અન્ય અધિકારીઓ પાસેથી માહિતી પ્રાપ્ત કરીને તાકીદે આ કામ સમય મર્યાદામાં પૂર્ણ થાય તે અંગે અધિકારીઓને સુચનાઓ પણ આપી હતી.

Diu News
સંઘ પ્રદેશ દિવના પ્રશાસક પ્રફુલ પટેલ ચાર દિવસની દીવની મુલાકાતે
પર્યટન ઉદ્યોગને વેગ મળે તે માટે પણ વિકાસના કામોને અગ્રતા

સંઘપ્રદેશ દીવ પર્યટન ઉદ્યોગને લઈને સમગ્ર વિશ્વમાં જાણીતું અને માનીતું છે, ત્યારે દિવસોમાં વિશ્વસ્તરીય પર્યટન ક્ષેત્ર અને તેમાં તેને મળતી સુવિધાઓનું આયોજન થાય એ માટે ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. દીવમાં આવેલા બિચ વિશ્વના પ્રવાસીઓને આકર્ષી રહ્યા છે, આવી પરિસ્થિતિમાં પર્યટન ઉદ્યોગ મજબૂત બને તે માટે પ્રવાસીઓને લગતી ખાસ વિશેષ સુવિધાઓ નિર્માણ થવા જઇ રહ્યું છે. ઘોઘલા નજીક આધુનિક કહી શકાય તેવું જિમ્નેશિયમ બનવા જઈ રહ્યું છે તેનું કામ આગામી દિવસોમાં પૂર્ણ થશે.

અહીં આવતા પ્રવાસીઓને ખાસ કરીને દીવના સ્થાનિક લોકોનો ઉપયોગ કરે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. દીવમાં આવેલું ધાર્મિક સ્થાન ગંગેશ્વર મહાદેવના વિકાસને લઈને પણ આ વર્ષે વિશેષ આયોજન કરાયું છે. અહીં આવતા પ્રત્યેક ધર્મપ્રેમી વ્યક્તિઓને ધર્મની સાથે સારું વાતાવરણ અને પર્યટનને લગતો અનુભવ થાય તે માટે વિશેષ આયોજન કરવાનું પ્રફુલ પટેલે દિવના અધિકારીઓને આદેશ કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.