- દીવના RTO દ્વારા નિયમ ભંગ અંગે દંડ વધારાયો
- દીવને અકસ્માત મુક્ત કરવા પ્રશાસને કમર કસી
- મોટા ભાગના દંડમાં 4 ગણો વધારો કરાયો
દીવ: સંઘપ્રદેશમાંં 1 જન્યુઆરીથી વાહન એક્ટના દંડમાં ધરખમ ફેરફાર થયો છે. જો વાહન ચાલકો નિયમ તોડશે તો તેમને ભારે દંડ ચૂકવવો પડશે. દીવ પ્રશાસને સંઘ પ્રદેશને ક્રાઇમ મુક્ત કરવામાં સફળતા મળ્યા બાદ હવે દીવને અકસ્માત મુક્ત કરવા પ્રશાસને કમર કસી છે. સંઘ પ્રદેશ દીવ, દમણ, દાદરા નગર હવેલી અને સેલવાસમાં 1 જાન્યુઆરીથી આ તમામ કેન્દ્રશાસિત શહેરોમાં વાહન એક્ટના દંડમાં વધારો કરાયો છે.
![દીવના RTO દ્વારા નિયમ ભંગ અંગે 4 ગણો વધારો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-gsn-02-diu-vehicleactdiu-photos-gj10041_02012021203733_0201f_1609600053_160.jpg)
ટ્રાફિક નિયમ ભંગના દંડમાં વધારો
સંઘ પ્રદેશમાં હેલ્મેટ ન પહેરનાર વાહન ચાલકને અત્યાર સુધી 100 રૂપિયા દંડ કરવામાં આવતો હતો.પરંતુ નવા નિયમ મુજબ હવે 500 રૂપિયા દંડ ભરવો પડશે. લાયસન્સ વિના વાહન ચલાવવાનો અત્યાર સુધી 450 રૂપિયા દંડ હતો જે વધારીને 5 હજાર કરાયો છે.
![દીવના RTO દ્વારા નિયમ ભંગ અંગે 4 ગણો વધારો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-gsn-02-diu-vehicleactdiu-photos-gj10041_02012021203733_0201f_1609600053_336.jpg)
મોટા ભાગના દંડમાં 4 ગણો વધારો
દિવના RTO અધિકારી સલીમ અહેમદના જણાવ્યા મુજબ, ડ્રિન્ક એન્ડ ડ્રાઈવનો 2 હજાર દંડ હતો. જે વધારી 10 હજાર કરવામં આવ્યો છે. એટલુંજ નહિ બીજી વખત પકડાય તો 6 મહિનાની જેલની સજા પણ ભોગવવી પડશે. આ બાદ પણ ત્રીજી વખત પકડાય તો 1 વર્ષની જેલ થશે. લગભગ મોટા ભાગના દંડમાં 4 ગણો વધારો કરવામાં આવ્યો છે. જેની શનિવારથી જ અમલવારી શરૂ કરવામાં આવી છે. નવા નિયમ મુજબ વાહન વહેંચનાર કંપની કે ડિલર જો કાયદાનો ભંગ કરશે તો 1 લાખ રૂપિયાનો દંડ ફટકારાશે.
![દીવના RTO દ્વારા નિયમ ભંગ અંગે 4 ગણો વધારો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10098240_diu.jpg)