દ્વારકાઃ જિલ્લામા તંત્રની બેદરકારી ખુલ્લી પાડતો વીડિયો વાયરલ થયો છે. ડૉક્ટર મેઘા વાયડાએ વીડિયો વાઇરલ કરી તંત્રની પોલ ખુલ્લી પાડી હતી.
દ્વારકા તંત્રની બેદરકારીનો વીડિયો થયો વાયરલ, ક્વોરેન્ટાઇન હેઠળ સુવિધીએનો અભાવ અમદાવાદથી આવેલા લોકોને એક રૂમમાં 6 લોકોને રાખવામાં આવ્યા હતા અને તમામ વચ્ચે એક જ કોમન વોશરૂમ અને ટોયલેટ આપવામાં આવ્યું હતું. WHOની ગાઈડ લાઈનનો સરેઆમ ભંગ કર્યોની ફરિયાદ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી.
દ્વારકા તંત્રની બેદરકારીનો વીડિયો થયો વાયરલ, ક્વોરેન્ટાઇન હેઠળ સુવિધાનો અભાવ મહિલાએ તંત્રની પોલ ખોલી કોઈ પણ જાતની અહીં ફેસિલિટી ન હોવાનું વીડિયોમાં દાવો કર્યો હતો. ડૉક્ટર મેઘા વાયડા નામની મહિલા પોતાના બાળક સહિત 6 લોકોને દ્વારકાની સરકારી ક્વોરેન્ટાઇન હેઠળ આહીર સમાજ વાડીમાં હતાં. કોઈપણ જાતની ફેસિલિટી અહીં ઉપલબ્ધ ન હોવાનો આક્ષેપ કર્યો હતો.