ગુજરાતના દરિયાકિનારે વાયુ વાવાઝોડાની અસર હજુ પણ જોવા મળી રહી છે.તો સ્થાનિક માછીમારોની બોટની સાથે-સાથે દરિયાઈ સુરક્ષા એજન્સીઓને પણ નુકસાન થયું છે. તો ઓખા નજીકના કોસ્ટગાર્ડ સ્ટેશનની પેટ્રોલિંગ બોટોને પાર્કિંગ કરવામાં આવે છે, તે કનકાઈ જે.ટી.ને વાવાઝોડાના કારણે ખૂબ જ નુકસાન થયું છે. તો આ જે.ટી.ઓખા મેરીટાઈમ બોર્ડના વિસ્તારમાં આવેલી હોવાથી ઓખા કોસ્ટ ગાર્ડ દ્વારા ઓખા મેરી ટાઈમ બોર્ડને પણ જાણ કરવામાં આવી છે,ત્યારે આ અંગે ઓખા મેરી ટાઈમ બોર્ડના સિવલ વિભાગ દ્વારા સર્વે કરાવીને કનકાઈ જે.ટી.ને રીપેરીંગ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
‘વાયુ’ વાવાઝોડાથી ઓખાની કનકાઈ જેટીને થયું મોટું નુકસાન - DWK
દ્વારકાઃ વાયુ વાવાઝોડાની અસરથી અનેક સ્થળ પર નાનામોટી નુકસાની થવા પામી છે, તો ઓખા કોસ્ટ ગાર્ડ પાર્કિંગ વિસ્તારમાં પણ આવેલા સમુદ્રના પાણીની લહેરોથી મજબુત કનકાઈ જેટીને મોટું નુકશાન થયું છે.