ETV Bharat / state

દ્વારકા તાલુકાના સુરજ કરાડી ગામે ચોરીની ઘટના, 2 લાથી વધુ મુદ્દામાલની ઉઠાંતરી - Gujarat News

દ્વારકા તાલુકાના સુરજ કરાડી ગામે ધોળા દિવસે ચોરીની ઘટના બની હતી. જેમા 2 લાખ 15 હજારના સોનાના દાગીના અને 30,000 જેટલી રોકડ રકમની ચોરી થઇ હતી. જેથી મીઠાપુર પોલીસે ડોગ સ્કવોડ અને એફ.એસ.એલ.ની ટીમને બોલાવી તપાસ શરૂ કરી હતી.

દ્વારકા તાલુકાના સુરજ કરાડી ગામે ચોરીની ઘટના બની

author img

By

Published : Nov 4, 2020, 11:16 AM IST

  • બનાવની ગંભીરતા લઈને મીઠાપુર પોલીસે ડોગ સ્કવોડ અને એફ.એસ.એલ.ની ટીમને બોલાવી
  • 7 તોલા સોનાના દાગીના અને 60,000 જેટલી રોકડ રકમ બચી ગઈ.

દ્વારકાઃ તાલુકાના સુરજ કરાડી ગામે નિવૃત્ત જીવન ગાળતા વૃદ્ધના ઘરેથી ધોળા દિવસે માત્ર સવા કલાકમાં 2 લાખ 15 હજારના સોનાના દાગીના અને 30,000 જેટલી રોકડ રકમની ચોરી થઇ હતી. જેથી મીઠાપુર પોલીસે ડોગ સ્કવોડ અને એફ.એસ.એલ.ની ટીમને બોલાવી તપાસ શરૂ કરી હતી.

દ્વારકા તાલુકાના સુરજકરાડી ગામે રહેતા અને નિવૃત્ત જીવન ગાળતા રણછોડભાઈ નકુમ માત્ર સવા કલાક માટે પોતાના સંબંધીને ત્યાં બેસવા ગયા હતા, ત્યારે પાછળથી પાછલા દરવાજાનું તાળું ખોલીને ચોર ઘરમાં પ્રવેશીને ઘરનો તમામ સામાન અસ્તવ્યસ્ત કરી લાકડાના કબાટમાંથી 2 લાખ 15 હજારના સોનાના દાગીના અને રૂપિયા 30 હજાર જેટલી રોકડ રકમ ચોરીને નાસી છૂટ્યો હતો.

દ્વારકા તાલુકાના સુરજ કરાડી ગામે ચોરીની ઘટના બની, 30,000 જેટલી રોકડ રકમની થઇ ચોરી
રણછોડભાઈના જણાવ્યા અનુસાર એક સોનાનું મંગળસૂત્ર, સોનાના પાટલા, ચાંદીના સાદરા અને કમર કંદોરો સહિત રૂપિયા 2 લાખ 15 હજારના સોનાના દાગીના અને રોકડ રૂપિયા 30 હજાર ઘરમાં પડ્યા હતા. તે ચોરી થઇ ગયા હતા. મીઠાપુર પોલીસને ફરિયાદ કરતા પોલીસ દ્વારા નજીકના CCTV કેમેરા તપાસી કરવામાં આવી હતી. અને એફ.એસ.એલ તથા ડોગ સ્કવોર્ડની ટીમને બોલાવીને સઘન તપાસ કરી હતી.

રણછોડભાઈ તથા તેમના ધર્મપત્ની ઘરે નહોતા તે દરમિયાન ચોરો ઘરમાં ઘુસ્યા હતા. તે પરત ઘરે આવ્યા ત્યારે તેમનો અવાજ સાંભળીતા ચોર પાછલા દરવાજેથી નાસી છૂટ્યા હતા. આ ઉતાવળમાં કબાટના અન્ય ખાનામાં 7 તોલા જેટલા સોનાના દાગીના અને રૂપિયા 60 હજાર જેટલી રોકડ રકમ બચી ગઇ હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.