ETV Bharat / state

પોલીસ હેડ કોન્સ્ટેબલની નોકરીની લાલચ આપી 3.5 લાખ રૂપિયા પડાવ્યાની ફરિયાદ યુવકે નોંધાવી - દ્વારકાના સમાચાર

દ્વારકા જિલ્લાના ખંભાળીયા તાલુકાના ટીમડી ગામના યુવકને હેડ કોન્સ્ટેબલની નોકરી આપવાની લાલચ આપી સાડા ત્રણ લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ ખંભાળીયા પોલીસ મથકમાં નોંધાઇ હતી. જેની તપાસ હાલ પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહી છે. જેમાં એક આરોપીને પકડી પાડવામાં આવ્યો છે અને તપાસ હાથ ધરી છે.

પોલીસ હેડ કોન્સ્ટેબલની નોકરીની લાલચ આપી 3.5 લાખ રૂપિયા પડાવ્યાની ફરિયાદ યુવકે નોંધાવી

author img

By

Published : Apr 23, 2021, 10:59 PM IST

  • પોલીસ હેડ કોન્સ્ટેબલની નોકરીની લાલચ યુવકને આપી હતી
  • નિમણૂક થયાનું જણાવી 7 લાખ રૂપિયાની માંગણી કરી હતી
  • જીગ્નેશની ખંભાળીયા પોલીસે અટકાયત કરી

દ્વારકાઃ જિલ્લાના મુખ્ય મથક ખંભાળીયા નજીક આવેલ ટીમડી ગામના યુવકને હેડ કોન્સ્ટેબલની નોકરી અપાવવાની લાલચ આપી અને 3.5 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ ખંભાળીયા પોલીસ મથકે નોંધાઇ હતી. ખંભાળીયાનો યુવક જીગ્નેશ આરંભાળિયાના સંપર્કમાં ટીમડીનો યુવક કુમારસિંહ જાડેજા આવ્યો હતો અને મિત્રતા થઈ હતી.

પોલીસ હેડ કોન્સ્ટેબલની નોકરીની લાલચ યુવકને આપી હતી

આ પણ વાંચોઃ છેતરપિંડીનો આરોપી પોલીસની પકડમાં

7 લાખ રૂપિયાની માંગણી કરી

બાદમાં જીગ્નેશે કુમારસિંહને જણાવ્યું હતુ કે તેની ઓળખાણ ગાંધીનગરમાં છે અને સીધી ભરતી કરાવી દેવાની લોભામણી વાત કરી હતી. તેની વાતમાં કુમારસિંહે હા પાડી ત્યારે જીગ્નેશ દ્વારા એક લેખિત અરજી કરવી જોશે અને હેડ કોન્સ્ટેબલ તરીકે નિમણૂક થઈ હોવાનું જણાવી 7 લાખ રૂપિયાની માંગણી કરી હતી. કાજૂરડાના પાટિયા પાસે જીગ્નેશે ખોટા દસ્તાવેજો બતાવી અને કુમારસિંહ પાસેથી સાડા ત્રણ લાખ રૂપિયા લીધા હતા અને બાકીના રૂપિયા નોકરી લાગી ગયા બાદ આપવાનું નક્કી થયું હતું.

પોલીસ હેડ કોન્સ્ટેબલની નોકરીની લાલચ આપી 3.5 લાખ રૂપિયા પડાવ્યાની ફરિયાદ યુવકે નોંધાવી

આ પણ વાંચોઃ 10 ટકા માસિક વળતરની લાલચ આપી કરોડો રૂપિયાની છેતરપિંડીમાં ત્રણ આરોપીની ધડપકડ

પોતે છેતરાયાની જાણ થતાં પોલીસમાં ફરિયાદ નોંધાવી

ત્યારબાદ નોકરીનો આખરી હુકમ આવ્યો ન હતો અને પોલીસ ભરતીની પરીક્ષા પાસ કરવાની હોવાનું ભાન થતાં તેને ખંભાળીયા પોલીસ મથકમાં જીગ્નેશ આરંભાળિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી અને જીગ્નેશ સહિત તેની સાથે કોને મદદગારી કરી તે દિશામાં તપાસ શરૂ કરી હતી. આરોપી જીગ્નેશની ખંભાળીયા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી અને અન્ય કોણ તેના સાથીદારો છે, કઈ રીતે સમગ્ર દસ્તાવેજ ઉભા કર્યા તે દિશામાં તપાસ હાથ ધરી છે. પોલીસે અન્ય આરોપીઓને પકડી પાડવા માટે અલગ ટીમ બનાવી છે અને તમામને પડકી પાડવા કવાયત શરૂ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.