દેવભૂમિ દ્વારકા: છેલ્લા બે માસથી લોકડાઉનને કારણે દ્વારકાધીશ મંદિર હાલ બંધ કરવામાં આવ્યું છે. તેમજ યાત્રિકોને દ્વારકા તરફ આવવાની મનાઈ હોવાથી દ્વારકામાં ચાલતો ટેકસી ઉદ્યોગ ઓક્સિજન ઉપર આવી ગયો છે.
હાલમાં દ્વારકામાં 300 થી પણ વધુ જેટલી નાની મોટી ટેક્સીઓ ચાલે છે. લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા લગાવવામાં આવેલું લોકડાઉનને દ્વારકાના ટેકસી ચાલકો આવકારે છે. પરંતુ બે માસ ઉપર થયેલ ધંધા રોજગાર બંધને કારણે આ નાના-નાના ધંધાર્થીઓ ખૂબ જ પરેશાન છે. માત્ર ટેક્સીના ધંધાથી પોતાના પરિવારનું જીવન નિર્વાહ કરનારો ટેક્સી ચાલકોનો ઘર ખર્ચ તેની સાથે સાથે ટેક્સીના હપ્તા, તેનું વ્યાજ વીમો અને અન્ય ખર્ચાઓને કારણે ચિંતામય બન્યા છે. આથી દ્વારકાના ટેકસી ચાલકોએ દ્વારકાના પ્રાંત અધિકારીને પોતાની લાગણી અને માંગણી સરકાર સુધી પહોંચે તેવી માંગણી સાથે આવેદનપત્ર આપ્યું હતું.