યાત્રાધામ દ્વારકાને પોતાની કર્મભૂમિ બનાવનાર ભગવાન શ્રીકૃષ્ણમાં નેપાળના લોકો માને છે અને તેના ઉપર શ્રદ્ધા રાખે છે અને માટે જ નેપાળના હિંદુ બ્રાહ્મણ અને ક્ષત્રિય પરિવાર દ્વારા દ્વારીકામાં ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું.
સાત દિવસની આ ભાગવત સપ્તાહમાં ભગવાન દ્વારકાધીશના જીવન પર કથા વાંચન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ પવિત્ર ગોમતી ઘાટમાં સ્નાન કરીને પોતાને ધન્યતા અનુભવતું આ નેપાળી પરિવાર આવનાર દિવસોમાં હિન્દુ સંસ્કૃતિના પ્રચાર અર્થે સમગ્ર ભારતમાં ભાગવત સપ્તાહનું આયોજન કરવાની ઈચ્છા ધરાવે છે.