ન્યારા એનર્જી કંપનીમાંથી 68,381 મેટ્રિક ટન કોલસાના જથ્થાની ચોરી થયાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. આ ફરિયાદમા કંપની દ્વારા સિક્યુરિટી સ્ટાફ અને અજાણ્યા ઇસમો વિરૂદ્ધ ફરિયાદ કરવામાં આવી છે.
ન્યારા કંપનીમાંથી 68,381 મેટ્રિક ટન કોલસાની કિંમત 30,57,10,823/- આશરે ત્રીસ કરોડની કિંમતના કોલસા ચોરીની ફરિયાદ નોંધાઈ છે. જેની ફરિયાદના આધારે દેવભૂમિ દ્વારકા પોલીસે તપાસ હાથ ધરી છે.