દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના પ્રમુખ અને કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા પી. એસ. જાડેજા જયારે કોગ્રેસમાં હતા, ત્યારે ભાજપ સરકારની કામ કરવાની નીતિ ઉપર અનેક સવાલો ઉઠાવીને તેમણે અનેક આરોપો મુક્યા હતા. આવા પ્રચારોની મદદથી તેઓ કોંગ્રેસની સીટ ઉપરથી દેવભૂમિ દ્વારકાની જિલ્લા પંચાયતની ચૂંટણી જીતીને જિલ્લા પંચાયતના પ્રમુખ બની ગયા હતા. જયારે ભાજપ પક્ષે તેમને ભાજપમાં આવવાનું આમંત્રણ આપ્યું, તે સ્વીકારીને તેઓ તરત ભાજપમાં ભળી ગયા હતા. ભાજપના ગુણગાન જાહેર સભાઓમાં કરતા અનેક લોકોએ તેમના પર સવાલો ઉઠાવ્યા હતા.
ભાજપમાં જવાનો નથી એવું મીડિયા સામે કહીને મીડિયાને ખોટું ઠેરવતા આ રાજકીય નેતાઓ રંગ બદલીને લોકો સામે આવતા લોકોએ સવાલો ઉઠાવ્યા ત્યારે તેઓ ગુસ્સે ભરાયા હતા.