ETV Bharat / state

નશામાં ધૂત પોલીસ કર્મચારીએ સગીર બાળકો સાથે કરી હતી મારઝૂડ, આખરે પોલીસે લેવી પડી ફરિયાદ

author img

By

Published : Oct 18, 2021, 2:13 PM IST

ખંભાળિયા (Khambhalia)માં નશાની હાલતમાં પોલીસ કર્મચારી (Police Personnel) દ્વારા 2 સગીર બાળકોને માર મારવામાં આવ્યો હતો. મીડિયામાં પોલીસ કર્મચારીની કરતુત અંગે અહેવાલ પ્રસિદ્ધ થતાં પોલીસ તંત્ર જાગ્યું હતું. તો રાજ્ય પોલીસ મહાનિર્દેશકની કચેરી દ્વારા દ્વારકા જિલ્લા SPને યોગ્ય કાર્યવાહી કરવા પત્ર કરાયો હતો.

નશામાં ધૂત પોલીસ કર્મચારીએ સગીર બાળકો સાથે કરી હતી મારઝૂડ, આખરે પોલીસે લેવી પડી ફરિયાદ
નશામાં ધૂત પોલીસ કર્મચારીએ સગીર બાળકો સાથે કરી હતી મારઝૂડ, આખરે પોલીસે લેવી પડી ફરિયાદ
  • નશામાં ધૂત પોલીસે 2 સગીર વયના બાળકો સાથે કરી મારઝૂડ
  • જિલ્લા SPને યોગ્ય કાર્યવાહી કરવાનો રાજ્ય પોલીસ મહાનિર્દેશકની કચેરીનો નિર્દેશ
  • જિલ્લા ચાઈલ્ડ વેલફેર કમિટી પણ મેદાનમાં આવી

દ્વારકા: દ્વારકા જિલ્લાના ખંભાળિયા (Khambhalia)માં નશામાં ધૂત પોલીસ કર્મચારી (Police Personnel)એ સગીર બાળકો પર હુમલો કર્યો હતો. આ ઘટના અંગે પરિવારે પોલીસ ફરિયાદ કરી છે. મીડિયામાં પોલીસ કર્મચારીની કરતુત અંગે અહેવાલ પ્રસિદ્ધ થતાં પોલીસ તંત્ર જાગ્યું હતું. તો રાજ્ય પોલીસ મહાનિર્દેશકની કચેરી (Office of the Director General of Police) દ્વારા દ્વારકા જિલ્લા SPને યોગ્ય કાર્યવાહી કરવા પત્ર કરાયો હતો. તો બીજી તરફ સગીર બાળકોને ન્યાય અપાવવા દ્વારકા જિલ્લા ચાઈલ્ડ વેલફેર કમિટી પણ મેદાનમાં આવી હતી.

સગીર પર હુમલો કરવાને લઇને ગુનો નોંધવામાં આવ્યો

દબાણ વધતા આખરે ખંભાળિયા પોલીસ દ્વારા નિર્દોષ સગીર પર હુમલો કરનારા આરોપી પોલીસ કર્મચારી હસમુખ પારધી સહિત અન્ય એક આરોપી દિપક નંદાણીયા વિરુદ્ધ IPCની વિવિધ કલમો મુજબ ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી હતી.

કાર બાઇક સાથે અથડાતા થયો હતો ઝઘડો

ઉલ્લેખનીય છે કે ખંભાળિયામાં શનિવારે મોડી રાત્રે G.V.J. હાઇસ્કુલ નજીક સ્ટેશન રોડ પર પોલીસ કર્મચારી નશાની સ્થિતિમાં પોતાની કાર લઇને નીકળ્યો હતો તે દરમિયાન તેની કાર બાઇક સાથે અથડાયા બાદ 2 સગીર વયના બાળકોને નશાની હાલતમાં પોલીસ કર્મી દ્વારા માર માર્યો હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો. પરિવારે કહ્યું છે કે, જો પોલીસ કોઈ જ કાર્યવાહી નહીં કરે તો તેઓ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરશે.

આ પણ વાંચો: ખંભાળિયાના જોધપુરમાં ગાંધીજીની પ્રતિમાંને સુતરની આંટી અને ફુલહારથી પહેરાવી ગાંધી જયંતીની ઉજવણી કરવામાં આવી

આ પણ વાંચો: ખંભાળિયામાં વરસી રહેલા અવીરત વરસાદના પગલે ઘી ડેમ ઓવરફલો થવાની આરે...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.