દ્વારકા તાલુકાના મુળવાસર ગામે 15 વર્ષની સગીરાને તેના જ ગામના એક યુવાને એક વર્ષમાં અનેકવાર દુષ્કર્મ આચરી અને કોઈને કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આરોપીની ધમકીથી સગીરાએ ડરના માર્યા પરિવારજનોને વાત કરી ન હતી. પરંતુ, સગીરાને પેટમાં દુખાવો થતાં પરિવારજનોએ તેને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડતા સમગ્ર હકીકત બહાર આવી હતી.
આથી, પરિવારજનોએ દ્વારકા પોલીસમાં ફરિયાદ કરતા દ્વારકા પોલીસની સી.પી.આઇ.ની ટીમે આરોપીને પકડી પાડયો હતો અને આરોપીના મેડિકલ ટેસ્ટ કરાવવા મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.