- દ્વારકા જિલ્લામાં કડાકા ભડાકા સાથે ભારે વરસાદ
- ગ્રામ્ય વિસ્તારો બન્યા સંપર્ક વિહોણા
- ખેતરોમાં પાણી ઘુસતા ભારે નુકસાનની ભીતિ
દેવભૂમિ દ્વારકા : સૌરાષ્ટ્ર પંથકમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી, ત્યારે દેવભૂમિ દ્વારકા ( Rain in Dwarka )જિલ્લામાં પણ ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. આ તકે જિલ્લાના અનેક ગામડાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો હતો. જેના કારણે નાના અસોટા અને આસપાસના અનેક ગામડાઓમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય હતી.
આ પણ વાંચો: કુદરતનો પ્રકોપ દ્વારકાધીશે લીધો પોતાને શિરે , મંદિર પર વીજળી પડતા ધજાને થયું નુકસાન
ભારે વરસાદને કારણે ખેતરો ડૂબ્યા
દેવભૂમિ દ્વારકાના નાના અસોટા અને આસપાસના ગામડાઓ તેમજ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે અનેક ખેતરો પાણીમાં ડૂબ્યા હતા. વિસ્તારમાં ભારે વરસાદને કારણે નાના અસોટા અને મોટા અસોટા ગામ વચ્ચેના સંપર્કો ટૂટ્યા હતા. આથી, તંત્ર દ્વારા સંપર્ક વિહોણા બનેલા ગામોની મુલાકાત લેવા સ્થાનિકોએ અપીલ કરી છે.
આ પણ વાંચો: નખત્રાણાની બજાર જળબંબાકાર, વરસાદથી રાજ્ય ધોરીમાર્ગ થયો બંધ
સ્થાનિકોએ સરકાર પાસે કરી અરજ
દ્વારકાના આ વિસ્તારોમાં ભારે વરસાદને કારણે મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાનું સામે આવી રહ્યું છે. આ સમગ્ર ગામડાઓમાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી હતી, ત્યારે સ્થાનિકોએ સરકાર પાસે અરજ કરી છે કે સંપર્ક વિહોણા બનેલા ગામડાઓની મુલાકાત લેવામાં આવે.
દ્વારકાધીશ મંદિર પર પડી હતી વીજળી
દેવભૂમિ દ્વારકામાં આવેલા જગત મંદિર દ્વારકાધીશ પર મંગળવારની રોજ વીજળી પડવાની ઘટના બની હતી. જેમા માત્ર મંદિરની ધજાને જ નુકસાન થયું છે અને ધજા તૂટી ગઈ છે. જોકે મંદિરમાં કોઈ પણ જાતની નુકસાની થઈ નથી. ઉલ્લેખનીય છે કે, દેવભૂમિ દ્વારકામાં બપોર બાદ કલ્યાણપુર સહિતના તાલુકાઓમાં ભારે વરસાદ પડ્યો હતો. કડાકા-ભડાકા સાથે શરૂ થયેલો વરસાદ અનેક ગામડાઓમાં નોંધાયો હોવાની માહિતી મળી હતી. દ્વારકાધીશ મંદિર પર વીજળી પડતાં તેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે.