દ્રારકા: દ્વારકામાં લોકડાઉન ખુલતાજ વ્યસનના બંધાણીઓની લાઈનો પાન પાર્લર પર લાઇનો લાગી હતી. જેમાં અમુક વેપારીઓ દ્વારા વ્યાજબી ભાવે માલ વેંચવામાં આવતા વ્યસનીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.

લગભગ બે માસના કોરોના વાઇરસના લોક ડાઉન દરમિયાન પાન મસાલા અને તમાકુની દુકાન બંધ રહેવાથી પાન બીડી અને તમાકુના વ્યસનીઓ ખૂબજ પરેશાન થયા હતા. ખાસ કરીને મોટી ઉંમરના લોકો કે જેઓ બીડી અને તમાકુના ભારે વ્યયની હોય છે અને મોટી ઉંમરની મહિલાઓ જે વર્ષોથી બજર વ્યસનની બંધાણી છે.તે લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

લોક ડાઉન દરમિયાન પાન , મસાલાની દુકાનો બંધ હોવાથી દ્વારકામાં વ્યસનીઓને માનસિક તકલીફ અનુભવી પડી હતી.જો કે આ લોક ડાઉન દરમિયાન દ્વારકાના કેટલાક લેભાગુ વેપારીઓએ પાછલા દરવાજેથી ૧૦ થી ૨૦ ગણા ભાવ લઈને પાન બીડી અને તમાકુનો વેપાર કર્યો હતો.

લોક ડાઉન પાર્ટ 4ની સાથે નીતિ નિયમો પ્રમાણે દુકાનો ખુલતા બુધવારે યાત્રાધામ દ્વારકામાં પાન, બીડી તમાકુ અને મહિલાઓની અતિપ્રિય બજર માટે લાઈન લાગી હતી.દ્વારકામાં અમુક વેપારીઓ દ્વારા બુધવારે વ્યાજબી ભાવે તમાકુ ,બીડી અને મહિલાઓ માટે બજર વેચવાનું શરૂ કર્યુ હતું.