ETV Bharat / state

Dwarka News: ભુપેન્દ્ર યાદવના અધ્યક્ષસ્થાને દ્વારકામાં હરિયાળી મહોત્સવ 2023 યોજાયો - Dwarka News

ભુપેન્દ્ર યાદવના અધ્યક્ષસ્થાને દ્વારકામાં હરિયાળી મહોત્સવ 2023 યોજાયો હતો. ગુજરાતના દરિયાકિનારાનું સંરક્ષણ અને જાળવણી વધારવાના હેતુથી 3006 હેક્ટરમાં મેન્ગ્રુવ્સનું વાવેતર કરાશે. ગુજરાત વન વિભાગ અને 6 કંપનીઓ વચ્ચે મિષ્ટી પ્રોજેક્ટ હેઠળ એમઓયુ કરાયા હતા.

Dwarka News: ભુપેન્દ્ર યાદવના અધ્યક્ષસ્થાને દ્વારકામાં હરિયાળી મહોત્સવ 2023 યોજાયો

author img

By

Published : Jul 7, 2023, 9:35 AM IST

ભુપેન્દ્ર યાદવના અધ્યક્ષસ્થાને દ્વારકામાં હરિયાળી મહોત્સવ 2023 યોજાયો

દેવભૂમિ-દ્વારકા: રૂક્ષ્મણી મંદિર પાસે મહાનુભાવો અને વિદ્યાર્થીઓ, એનસીસી કેડેટસ, માછીમાર સમુદાયના પ્રતિનિધિઓ અને કર્મચારીશ્રીઓ દ્વારા મેન્ગ્રુવ્સનું પૂજન અને વાવેતર કરાયું હતુ. દરિયાકિનારાના વિસ્તારનું ધોવાણ અટકે અને કુદરતી આફતો સામે રક્ષણ મેળવવા માટે મેન્ગ્રુવની ભૂમિકા ખુબજ મહત્વની છે. દ્વારકા જિલ્લાના રૂક્ષ્મણી મંદિર ખાતે વન મહોત્સવ અઠવાડિયાની ઉજવણીના ભાગરૂપે હરિયાળી મહોત્સવ ૨૦૨૩ કાર્યક્રમનું આયોજન કેન્દ્રના પર્યાવરણ, વન, જલવાયુ પરિવર્તન અને શ્રમ રોજગાર વિભાગના ભુપેન્દ્ર યાદવના અધ્યક્ષ સ્થાને તેમજ રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક વારસો, વન અને પર્યાવરણ અને કલાઈમેટ ચેન્જ વિભાગના મુળુભાઇ બેરાની વિશેષ ઉપસ્થિતમાં કરવામાં આવ્યું હતું.

જાળવણી મહત્વની ભૂમિકા: આ કાર્યક્રમમાં કેન્દ્રીય કેબિનેટ ભુપેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે, પ્રકૃતિનું જતન કરવું આપણા સૌની જવાબદારી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સમગ્ર વિશ્વને મિશન લાઇફનો મંત્ર આપ્યો છે. ગુજરાત વિશાળ દરિયાકિનારો ધરાવે છે. જમીનની ખારાશ અને ધોવાણ થતું અટકે તે માટે મેનગૃવ્સની ભૂમિકા મહત્વની છે. જેના પરિણામે જ મિષ્ટી પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવ્યો છે. કુદરતી આફતો જેવી કે પુર અને વાવાઝોડાના સમયે પણ દરિયાકિનારાના વિસ્તારોમાં ચેરના વાવેતર થકી નુકશાન થતું અટકે છે. દરિયા કિનારાના સંરક્ષણ અને જાળવણી તેમજ ડોલ્ફિન રક્ષણ માટે પણ મેન્ગ્રુવનું વાવેતર અને તેની જાળવણી મહત્વની ભૂમિકા ભજવે છે.

નાગરિકોને અપીલ: કાર્યક્રમમાં પૂનમબેન માડમે જણાવ્યું હતું કે, પર્યાવરણના જતન માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. વિશાળ દરિયાકિનારો ધરાવતા દ્વારકામાં જમીનની ખારાશ હોવાથી જમીનનું ધોવાણ થતું અટકે તે માટે આજે મેનગૃવ્સનું વાવેતર મિષ્ટિ પ્રોગ્રામ હેઠળ કરવામાં આવ્યું છે. તેમજ સાંસદશ્રીએ પ્લાસ્ટીકનો ઉપયોગ ટાળવા અને પર્યાવરણનું જતન કરવા નાગરિકોને અપીલ કરી હતી.

  1. Devbhumi Dwarka News : દ્વારકાના દરિયામાં કરંટ, ગોમતીઘાટે 1 યુવક ડૂબ્યો, બચાવવા પડેલો યુવક થયો લાપતા
  2. Dwarka usurers : બાપ દીકરો તેમજ વ્યાજખોરી કરતી મહિલાને પોલીસે ધકેલ્યા જેલની પાછળ
  3. alyatra Celebration in Dwarka : દ્વારકામાં ઢોલ નગારા સાથે શ્રીજીને કર્યા સોળે શણગાર

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.