દ્વારકા દેવભૂમિદ્વારકા જિલ્લો કે, જ્યાં આવેલા છે દ્વારકાધીશ જગત મંદિર, નાગેશ્વર જ્યોતિર્લિંગ જેવા પવિત્ર સ્થાન. તો અહી આ જિલ્લામાં આવેલ છે વિશ્વ વિખ્યાત રિલાયન્સ, ન્યારા, ટાટા જેવી કંપનીઓ. દ્વારકા જિલ્લો કે 2011થી જામનગરમાંથી અલગ પડી નવો જિલ્લો બન્યો (Gujarat Election 2022) છે. ત્યારે આજે આપણે વાત કરીશું 81 ખંભાળિયા બેઠકની ( Khambhalia Assembly Constituency) ખંભાળિયા કે દ્વારકા જિલ્લાનું મુખ્ય મથક છે અને અહીંનું દેશી ઘી સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. ત્યાં હાલ ચૂંટણી આવતા જ રાજકીય સુસવાટા શરૂ થઈ ગયા છે અને આ બેઠક પર કોની લહેર ચાલશે તેની ચર્ચા શરૂ થઈ ગઈ છે.
કુલ મતદારો ખંભાળિયા બેઠક (Khambhalia Assembly Constituency) પર કુલ 2,98,237 મતદારો છે. અહીં આહીર સમાજના 54157 મત સાથે પ્રભુત્વ છે. આ બેઠક પર બીજા લઘુમતી સમાજ 46119 મત સાથ ખૂબ જ નિર્ણાયક છે. તો સતવારા સમાજ પણ 32978 મત ખુબજ મહત્વ ધરાવે છે. અહીં આહીર મતદારો સૌથી વધુ છે અને એ જ કારણ છે કે, વર્ષ 1970થી લઈને અત્યાર સુધી અહીં ફકત એક જ વાર 2007 સતવારા સમાજના ઉમેદવાર જીત્યા હતા. તે સિવાય તમામ ચૂંટણીમાં કૉંગ્રેસ હોય કે ભાજપ આહીર સમાજ સિવાય અન્ય કોઈ સમાજના ઉમેદવારને જીત નથી મળી.
ત્રણેય પાર્ટીના ઉમેદવાર હાલ આ ખંભાળિયા વિધાનસભા બેઠક (Khambhalia Assembly Constituency) પર કૉંગ્રેસમાંથી આહીર સમાજના અને સીટિંગ ધારાસભ્ય વિક્રમ માડમને ટિકીટ (Vikram Madam Congress Candidate For Khambhalia) આપવામાં આવી છે. તો ભાજપે પૂર્વ પ્રધાન મુળૂ બેરા કે, જેઓ આહીર સમાજમાંથી આવે છે. તેમને ટિકીટ આપવામાં આવી છે. તો આમ આદમી પાર્ટીમાંથી મુખ્યપ્રધાન પદના ચેહરા ઈસુદાન ગઢવીને (Isudan Gadhvi AAP Candidate For Khambhalia) મેદાને ઉતારવામાં આવ્યા છે. એટલે સમગ્ર ચૂંટણીમાં ખુબ જ રસાકસી ભર્યો માહોલ જોવા મળી રહ્યો છે.
ભાજપ-કૉંગ્રેસનો ગઢ રહી છે આ બેઠક છેલ્લા 1970થી 1995 સુધી આ સીટ પર કૉંગ્રેસનો કબજો રહ્યો હતો. ત્યારબાદ 1995થી 2014 સુધી ભાજપ અને ત્યારબાદ 2014થી 2022 સુધી હાલ કૉંગ્રેસ આ સીટ (Gujarat Election 2022) જીતતી રહી છે.
ભાગ્યે જ ધારાસભ્ય દેખાય છે ગત ચૂંટણીની વાત કરીએ તો, આ સીટ (Khambhalia Assembly Constituency) પર જામનગરના પૂર્વ સાંસદ વિક્રમ માડમએ (Vikram Madam Congress Candidate For Khambhalia) આ સીટ પર ભાજપના દિગ્ગજ કારું ચાવડાને 10,000 કરતા કરતાં પણ વધુ મતથી મ્હાત આપીને જીત મેળવી હતી. ત્યારે હાલના ધારસભ્ય વિક્રમ માડમની વાત કરવા જતાં જનતામાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. તો આયાતી ધારાસભ્ય હોઈ બીજા જિલ્લામાં રેહતા હોવાથી લોકોને ભાગ્યે જ આ ધારાસભ્ય જોવા મળતા હોય તેવું લોકોએ જણાવ્યું હતું.
2017માં વિક્રમ માડમને 79779 મત અને ભાજપના કારુ ચાવડા ને 68891 મત મળ્યા હતા કૉંગ્રેસ અને ભાજપ બન્ને પક્ષમાંથી આહીર સમાજના ઉમેદવાર છે. ત્યારે ઇસુદાન ગઢવી (Isudan Gadhvi AAP Candidate For Khambhalia) ચારણ સમાજમાંથી આવે છે, જેના 14,000 જેટલા જ મતો છે, પરંતુ તેમના દ્વારા ખેડૂત, વિદ્યાર્થી, યુવા, આઉસોર્સિંગ કર્મચારીઓ, આંગણવાડી, મઘ્યાહન ભોજન કર્મીઓ વિગેરે બાબતે અને લોઅર મિડલ ક્લાસ પરિવાર મોંઘવારીના મુદ્દા જેવી બાબતે મતદારો આપ તરફ સ્વિપ થતાં આ બેઠક પર ખૂબ જ ખરાખરીનો જંગ જોવા મળી રહ્યો છે.