દેવભૂમિદ્વારકાઃ દ્વારકામાં આહીર સમાજની વાડી ખાતે ગુજરાત કોંગ્રેસની ચિંતન શિબિરનું (GPCC Chintan Shibir in Dwarka) આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિર આજથી એટલે કે 25 ફેબ્રુઆરીથી 27 ફેબ્રુઆરી સુધી યોજાશે. તેવામાં કોંગ્રેસના નેતાઓએ દ્વારકામાં ધામા (Gujarat Congress leader in Dwarka) નાખ્યા છે.
આ પણ વાંચો- Jagdish Thakor Statement : ગુજરાત કોંગ્રેસમાં અસંતોષ મુદ્દે ચૂપ્પી પણ ભાજપ સરકારમાં હોવાનું કહ્યું
કાર્યકર્તાઓએ પોતાના મંતવ્ય રજૂ કર્યા
દ્વારકામાં યોજાયેલી આ ચિંતન શિબિરમાં 26 ફેબ્રુઆરીએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi in GPCC Chintan Shibir) પણ ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. જોકે, કોંગ્રેસના અર્જુન મોઢવાડીયા, સિદ્ધાર્થ પટેલ, ભીખુભાઈ વારોતરિયા સહિત સ્થાનિક ધારાસભ્ય વિક્રમ માડમ, મેરગભાઈ ચાવડા સહિતના કૉંગ્રેસ અગ્રણીઓ દ્વારકા આવી પહોંચ્યા હતા. આ સાથે જ નેતાઓએ આહીર સમાજની વાડી ખાતે તૈયારીઓને અંગે એક મિટિંગ પણ યોજી હતી, જેમાં કાર્યકર્તાઓ (Gujarat Congress Workers in Chintan Shibir) અને આગેવાનોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. સાથે જ કાર્યકરો અને અગ્રણીઓને જવાબદારી પણ સોંપવામાં આવી હતી.
આ પણ વાંચો- Jayrajsinh on Congress : કોંગ્રેસને TMCની B ટીમ કહેવા સાથે સરકારના વખાણ કરવા સાચવીને બોલ્યાં બોલ
કોંગ્રેસ નેતાઓએ યોજી પ્રેસ કોન્ફરન્સ
કોંગ્રેસના નેતાઓએ ચિંતન શિબિર અંગે માહિતી (Gujarat Congress Leaders on Chintan Shibir) આપવા માટે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. સાથે જ તેમણે આ શિબિર અંગેની રૂપરેખા આપી હતી. પ્રદેશ ગુજરાતના નેતાઓ સાથે 600 જેટલા ગુજરાતભરના નેતાઓ કાર્યકરો અગ્રણીઓ આ શિબિરમાં ઉપસ્થિત રહેવાના છે. અહીં લોકોના પ્રશ્નોને લઈ પણ ચર્ચા થશે. રણનીતિ પણ તૈયાર થશે.
વિધાનસભાની ચૂંટણીનું ફૂંકાશે બ્યૂગલ
વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીનું (Gujarat Assembly Elections 2022) બ્યૂગલ પણ દ્વારકાની ધરતી પરથી ફૂંકાશે. કોંગ્રેસના અગ્રણીઓ આ ચિંતન શિબિરમાં વિવિધ મુદ્દાઓ પર ચિંતન કરશે. આ સાથે પ્રદેશના નેતાઓ માર્ગદર્શન પણ આપશે.
દ્વારકાધીશના દર્શન પછી શરૂ થશે ચિંતન શિબિર
નેતા સિદ્ધાર્થ પટેલે જણાવ્યું હતું કે, શુક્રવારે સવારે 9 વાગ્યે દ્વારકાધીશ મંદિરમાં પૂજા દર્શન કર્યા પછી 10 વાગ્યે શિબિર સ્થળ પર ધ્વજવંદન કરાશે. ત્યારબાદ 11 વાગ્યા સુધી ઉદ્ઘાટન અને સ્વાગત કાર્યક્રમ ચાલશે. આ ઉપરાંત 11:30થી 1:30 સુધી 12 મુદ્દા પર ગૃપ ચર્ચા થશે. મધ્યાહન બાદ કોંગ્રેસની વિચારધારા, સિદ્ધિઓ અંગે વીડિયો પ્રેઝન્ટેશન બાદ અલગ અલગ 7 વિષયો પર ખૂલ્લી ચર્ચા થશે. તેમ જ રાત્રે સાંસ્કૃતિ કાર્યક્રમ સહિત કાર્યકર સમૂહ ભોજન યોજાશે