દેવભૂમી દ્વારકાઃ કોરોના વાયરસના લોકડાઉનને કારણે રાજકોટ અમદાવાદમાં બીડી અને સોપારીના વેપારીઓની દુકાનો બંધ હોવાથી સૌરાષ્ટ્રના છેવાડાના વિસ્તારોમાં બીડી, તામકુ અને સોપારીનો માલ પૂરતો ન પહોંચતા આવા વ્યસનનીઓના જીવ અધ્ધર થઇ ગયા હતા.
આ વિસ્તારના અમુક હોલસેલ વેપારીઓ પાસે જેટલો માલ પડયો હતો. તેમાંના અમુક વેપારીઓ દ્વારા લોકડાઉન હોવા છતાં પાછલા દરવાજેથી કાળા બજારો કરવામાં આવી હતી. આના કારણે મોટી ઉંમરના વડીલોને લાંબા સમયથી વ્યસનની હોવાને કારણે શારીરિક અને માનસિક સમસ્યાઓનો ભોગ બનવું પડ્યું હતું. અને તેનો ગેરલાભ અમુક વેપારીઓએ ઉપાડીને લાખોની કમાણી કરી હતી.
પરંતુ, લોકડાઉન 4 દરમિયાન તંત્ર દ્વારા સમય પ્રમાણે છૂટછાટ આપવામાં આવતા બીડી અને તમાકુ મળતા થયા હોવા છતાં પણ અમુક વેપારીઓની લાલચને કારણે માલનો સંગ્રહ કરવામાં આવતો હોવાની ફરિયાદો ઉઠી હતી.
હોલસેલ વેપારીઓ દ્વારા આવો સંગ્રહ કરવામાં ન આવે તે માટે આજે સુરજ કરાડીના વેપારી આગેવાનોએ સુરજકરાડી પોલીસની હાજરીમાં જ પોલીસ સ્ટેશન બીડીની ગાડી મગાવીને તમામ હોલસેલ વેપારીઓને આપી અને સૂચના આપી કે કોઈપણ જાતનો સંગ્રહ કર્યા વગર નાના વેપારીઓને આપી અને માલની અછત ન સર્જાય તેવા પ્રયાસો કરવા.