- પારિવારિક ધાર્મિક પ્રસંગ માટે દ્વારકા આવાનું થયું છે: જિયા
- શિખર પરનો ધ્વજ તથા મંદિરની અંદરનું વાતાવરણ અત્યંત પવિત્ર અને શીતળ
- 2010માં સૌથી પહેલી ‘સાથ નિભાના સાથીયા’ સીરિયલમાં મુખ્ય રોલ
દેવભૂમિ દ્વારકા:કલર્સ ચેનલ પરની લોક પ્રિય પારિવારિક સીરિયલ સાથ નિભાના સાથીયામાં ગોપી અહેમ મોદીનો રોલ ભજવતી જિયા માણેકે દ્વારકાની મુલાકાત લીધી હતી.જિયા માણેક સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે, દ્વારકા આવી ભગવાન દ્વારકાધીશના દર્શન કરીને ખુબ ધન્યતા અનુભવી છે. તેઓને એક પારિવારિક ધાર્મિક પ્રસંગ માટે દ્વારકા આવાનું થયું છે.જિયાએ દ્વારકાના અનુભવ વિષે કહ્યું કે, દ્વારકાધીશનું મંદિર, શિખર પરનો ધ્વજ તથા મંદિરની અંદરનું વાતાવરણ અત્યંત પવિત્ર અને શીતળ છે.
દ્વારકાધીશની ઈચ્છા હોય તો જ વ્યક્તી અહી આવી શકાય : જિયા
જિયાએ પોતાની શ્રદ્ધાને વર્ણતા કહ્યું કે, દ્વારકામાં એ જ વ્યક્તિ આવી શકે છે, જેમને અનેક પુણ્ય કર્યા હોય અને દ્વારકાધીશની ઈચ્છા હોય તોજ વ્યક્તી અહી આવી શકે છે. તેમણે પોતાના કેરિયર વિષે જણાવતા કહ્યું કે 2010માં સૌથી પહેલી ‘સાથ નિભાના સાથીયા’ સીરિયલમાં તેમણે મુખ્ય રોલ ભજવીને ધાર્યા કરતા વધારે સફળતા પ્રાપ્ત કરી હતી.
2010થી કરિયરની શરૂઆત કરી
ત્યારબાદ તેમણે 2012માં ‘જલક દિખલાજા’ નામના રીયાલીટી શોમાં પણ કામ કર્યું હતું. ત્યાર પછી ‘જીની ઓર જુજુ’ માં પણ અઢળક લોકચાહના મેળવી છે. પોતાના ભવિષ્ય કારકિદી વિશે જણાવતા કહ્યું કે આગળના સમયમાં તેઓ ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ સાથે ફિલ્મ, સીરિયલ, રીયાલીટી શો કે વેબ સીરીઝ કોઈ પણ ક્ષેત્રમાં પોતાનું કૌશલ્ય કુશળ રીતે બતાવવાની તૈયારી પણ દર્શાવી હતી.