દ્વારકા: સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત અને આંતરરાષ્ટ્રીય દરિયાકાંઠા સ્વચ્છતા દિવસના પ્રતિક રૂપે માનવ સમૂહને સાથે મળીને પોતાના દરિયા કિનારાને સાફ અને સ્વચ્છ રાખવા માટેની એક ખાસ પહેલ ભારત સરકાર દ્વારા કરવામાં આવી છે.
આંતરરાષ્ટ્રીય દરિયાકાંઠા સ્વચ્છતા દિવસના પ્રસંગે વન પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન મંત્રાલય તેમજ સોસાયટી ઓફ ઈન્ટિગ્રેટેડ કોસ્ટલ મેનેજમેન્ટના સંયુક્ત ઉપક્રમે ભારત દેશનું પોતાનું ઈકો લેબલ " BEAMS"ના અંતર્ગત દ્વારકા તાલુકાનું શિવરાજપુર બીચ ખાતે " I AM SAVING MY BEACH"નું સૂત્ર ધરાવતા ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું ઈન્ટરનેટના માધ્યમથી આયોજન કરવામાં આવ્યું હતું. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેક્ટર ડોક્ટર નરેન્દ્ર મિણા દ્વારા શિવરાજપુર બીચ ખાતે ધ્વજારોહણના ભાગરૂપે બ્લેક પ્રમાણપત્રક અન્વયે પસંદગી પામેલા શિવરાજપુર બીચ ખાતે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.