દ્વારકા: મકરસંક્રાતિના દિવસે દ્વારકાધીશના મંદિરે દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું, આ ભીડ જોઈ અને કોરોનાનો ખતરો વધતા જોઈ તારીખ 17 જાન્યુઆરીથી તારીખ 23 જાન્યુઆરી સુધી ભક્તોનો પ્રવેશ બંધ રાખવાનો મહત્વપૂર્ણ નિર્ણય (Dwarkadhish Temple Closed) લેવામાં આવ્યો છે.
મંદિર ભક્તો પુરતું જ બંધ રાખવામાં આવશે
મંદિર ભક્તો પુરતું જ બંધ રાખવામાં આવશે જ્યારે ભગવાનની સેવામાં કોઈ કમી રાખવામાં નહિ આવે. ભગવાનની સેવા માટે પૂજારી પરિવાર દ્વારા નિત્યક્રમ મુજબ બધા કાર્યો કરવામાં આવશે અને પૂજા આરતી કરાશે.
દ્વારકાધીશના દર્શન મંદિરની ઓફિશયલ વેબસાઈટ પરથી કરી શકશે
રૂબરૂ દર્શનથી વંચિત રહેલા ભક્તો દ્વારકાધીશના દર્શન મંદિરની ઓફિશયલ વેબસાઈટ પરથી ઓનલાઈન કરી શકશે. http://www.dwarkadhish.org/ આ વેબ સાઈટ વિના મૂલ્યે દર્શનનો લાભ આપી રહી છે, જેથી કોઈ પણ ભક્ત દ્વારકાધીશનાના દર્શનથી વંચિત ન રહે.
આ પણ વાંચો:
Dwarkadhish temple Gujarat: દ્વારકાધીશ મંદિરમાં 52 ગજની ધ્વજા ચડાવવામાં આવી