ETV Bharat / state

આજથી ભક્તોના દર્શન માટે ખુલશે દ્વારકાધીશજીનું જગત મંદિર, ભાવિકોમાં ખુશીની લેહર

author img

By

Published : Jan 24, 2022, 11:10 AM IST

કોરોનાને કારણે બંધ કરવામાં આવેલું દ્વારકાધીશ જગત મંદિર (Devbhoomi Dwarka Temple Open) ભક્તોના દર્શન માટે ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી ભાવિકોમાં ખુશીની લહેર છવાઈ છે.

Dwarkadhish Jagat Mandir will open
Dwarkadhish Jagat Mandir will open

દેવભૂમિ દ્વારકા: કોવિડ- 19ને કારણે દ્વારકાધીશ મંદિર છેલ્લાં ઘણા દિવસોથી ભક્તોના પ્રવેશ માટે બંધ હતું. કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખી મંદિરની વહીવટદાર સમિતિ દ્વારા મંદિરને બંધ રાખવાનો નિર્યણ લેવામાં આવ્યો હતો પરંતુ હાલ મંદિરને ફરીથી ભક્તો માટે ખુલ્લું મૂકવાનો વિચાર કરવામાં આવ્યો છે. જેથી દૂર દૂરથી આવેલા ભક્તોને દ્વારકાધીશના (Dwarkadhish Jagat Mandir) દર્શનનો અનેરો લાહ્વો મળે અને તેમને નિરાશ થઈ પાછું ન જવુ પડે. દ્વારકાધીશ વહીવટદાર સમિતિ અને જિલ્લા કલેક્ટરે જાહેરાત કરી છે કે ભક્તો કોવિડ ગાઈડલાઈન મુજબ ભક્તો સોશિયલ ડિસ્ટન્સ જાળવી અને ફરજિયાત માસ્ક સાથે દર્શન કરી શકશે

આજથી ભક્તોના દર્શન માટે ખુલશે દ્વારકાધીશજીનું જગત મંદિર

મંદિર ખુલવાની જાહેરાતથી કૃષ્ણ ભક્તોમાં ખુશી છવાઈ

દ્વારકાધીશ જગત મંદિરમાં શ્રીજીને શિતઋતુની ઠંડી દરમિયાન ખાસ વસ્ત્રો પરિધાન કરાયાં હતાં અને તેમનો મન પસંદ ખાસ ભોગ ધરાવાયો હતો. ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા મંદિર હાલની સ્થિતિમાં બંધ છે પણ પૂજારી ગણ એમની સેવામાં કોઈ કમી નથી રાખતા. પૂજારી દ્વારા શીતઋતુમાં શ્રીજીને ઠંડી ન પડે તે માટે ચાંદીની સગડીમાં તાપણું કરી શેક આપવાનો ભાવ વ્યક્ત કરવામાં આવ્યો છે.

શ્રીજી માટે કાશ્મીરી શાલ, સિલ્કની શાલ, રજાઈ જેવા પરિધાન

આપણે હાલ જે રીતે ઠંડીની ઋતુમાં ઘીથી ભરપુર વાનગીનો લાભ લઈએ છીએ તે જ રીતે ભગવાન દ્વારકાધીશને ઠંડીથી બચવા ખાસ શિયાળાને અનુરૂપ અડદીયાં અને ઓળા- રોટલાનો ભોગ ધરવામાં આવી રહ્યો છે. સાથે જ મુખવાસમાં પણ શીતઋતુ અનુરૂપ તજ, લવિંગ, સુંઠનો મુખવાસ શ્રીજીને અર્પણ કરી ઠંડી સામે રક્ષણ મળે તે મુજબ પૂજારી દ્વારા ભાવ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. હાલ કોવિડ- 19ને કારણે ભક્તોને પ્રત્યક્ષ દર્શન માટે મંદિર બંધ હોવાથી ભક્તો દ્વારકાધીશ મંદિરની ઓફિશયલ વેબસાઈટ www.dwarkadhish.org/ મારફત ઓનલાઈન દર્શનનો લાભ લઇ રહ્યા છે.

આ પણ વાંચો: દ્વારકા જિલ્લામાં તેજ પવન સાથે ધુમ્મસની ચાદર, દરિયામાં 3થી 3.50 મીટર જેટલા મોજા ઉછાળ્યાં

આ પણ વાંચો: દ્વારકા જિલ્લામાં કમોસમી વરસાદથી સ્વાદવમાં મહત્વ ધરાવતા પાકને મોટું નુકસાન થયું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.