- સુદામા-સેતુ દેશનો પ્રથમ બ્રિજ
- બ્રિજની લંબાઈ 166 મીટર
- દેશમાં સૌથી વધારે 2.4ની પહોળાઈ ધરાવતો એક માત્ર બ્રિજ
દેવભૂમિ દ્વારકા: જગત મંદિર પાસે પવિત્ર ગોમતી ઘાટ પર પંચકુંઈ જગત મંદિરને જોડતો સુદામા સેતુ બ્રિજ ખાસ ડિઝાઇન કરીને બનાવવામાં આવ્યો છે. આ બ્રિજ પર યાત્રિકો પગપાળા ચાલી શકે એ માટે 166 મીટર લાંબો અને દેશમાં સૌથી વધારે 2.4ની પહોળાઈ ધરાવતો માત્ર સુદામા સેતુ બ્રિજ બનાવાયો છે. યાત્રાધામ દ્વારકામાં રોજ મોટાભાગના યાત્રિકો બહારથી આવતા હોય છે. ત્યારે ખાસ આ નજારો નિહાળતા હોય છે.
સુદામા-સેતુ ખાસ ડિઝાઇન દ્વારા બનાવાયો
સુદામા-સેતુ દેશનો પ્રથમ બ્રિજ છે. જ્યાં લોકો પગપાળા જઈને દરિયા કિનારે દરિયાના મોજા આવતા હોય છે. તેવા નજારા સાથે ઠંડક વાળા વાતાવરણમાં યાત્રિકો કલાકો સુધી પરિવાર સાથે દ્રશ્ય નિહાળતા હોય છે. આ બ્રિજની લંબાઈ 166 મીટર છે. વિશેષ સુદામા-સેતુ ખાસ ડિઝાઇન દ્વારા બનાવાયો છે. કેબલ સ્ટેઇડ પ્રથમ બ્રિજ છે કે જે આટલો પહોળો છે.