- SOG અને ATSને ડ્રગ્સ પકડવામાં મળી સફળતા
- નાવદ્રા બંદરે હાથ ધરાયુ હતું સર્ચ ઓપરેશન
- 24 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો
દ્વારકા: દ્વારકા જિલ્લામાંથી (gujarat drugs racket) ફરી વખત 24 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો જેની કિમત અંદાજે 120 કરોડ રુપીયા(estimated Rs 120 crore) છે. સર્ચ ઓપરેશન દરમિયાન ATS((Gujarat ATS)) અને SOGની ટીમે કલ્યાણપુર તાલુકાના નાવદ્રા બંદરેથી આરોપી અનવર ઉર્ફે અનુ મુસા પટેલિયાનાં ઘરમાંથી ડ્રગ્સનો મસમોટો જથ્થો બરામત કર્યો(Large quantities of drugs were seized from Dwarka district) હતો.
ATS અને SOGનું સંયુક્ત ઓપરેશન
ગુજરાત ATS અને દ્વારકા SOG દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને તેમને ડ્રગ્સ પકડવામાં સફળતા હાથ લાગી હતી. હાલ નાવદ્રા બંદર પર મોટી માત્રામાં પોલીસનો કાફલો ગોઠવવમાં આવ્યો છે અને ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.
આ પણ વાંચો : ગુજરાતમાં ડ્રગ્સ રેકેટની શંકામા વધારો: દ્વારકા જિલ્લામાંથી ફરી વખત ઝડપાયું 120 કરોડનું ડ્રગ્સ
આ પણ વાંચો : મોરબીમાંથી પણ ઝડપાયું કરોડોનું ડ્રગ્સ, આતંકવાદીઓ સાથે જોડાયેલા છે તાર : DGP