ETV Bharat / state

દ્વારકાના ડોક્ટરે વિશ્વના 8 નંબરના સૌથી ઉંચા પર્વત માઉન્ટ મનાસલૂને સર કરી ઈતિહાસ રચ્યો

દેવભૂમિ દ્વારકા જિલ્લાના તબીબે વિશ્વના 8 નંબરના પર્વત માઉન્ટ મનાસલૂને સર કરીને એક નવો ઈતિહાસ રચ્યો છે. તબીબ સોમત ચેતરિયા આ પર્વત સર કરનારા સૌરાષ્ટ્રના પ્રથમ વ્યક્તિ અને તબીબ બન્યા છે.

દ્વારકાના ડોક્ટરે વિશ્વના 8 નંબરના સૌથી ઉંચા પર્વત માઉન્ટ મનાસલૂને સર કરી ઈતિહાસ રચ્યો
દ્વારકાના ડોક્ટરે વિશ્વના 8 નંબરના સૌથી ઉંચા પર્વત માઉન્ટ મનાસલૂને સર કરી ઈતિહાસ રચ્યો
author img

By

Published : Oct 5, 2021, 11:35 AM IST

  • દેવભૂમિ દ્વારકા જિલ્લાના તબીબે રચ્યો ઈતિહાસ
  • વિશ્વના નંબર 8 પર્વત માઉન્ટ મનાસલુને સર કરી રચ્યો ઈતિહાસ
  • તબીબ સોમત ચેતરિયા આ પર્વત સર કરનારા સૌરાષ્ટ્રના પ્રથમ વ્યક્તિ અને તબીબ બન્યા

દેવભૂમિ દ્વારકાઃ જિલ્લાના તબીબ ડો.સોમત ચેતરિયાએ વિશ્વના 8 નંબરના સૌથી ઉંચા પર્વત માઉન્ટ મનાસલૂ સર કરીને નવો ઈતિહાસ રચ્યો છે. આ સાથે જ તેઓ આ પર્વત સર કરનારા સૌરાષ્ટ્રના પ્રથમ વ્યક્તિ અને તબીબ બન્યા હતા. ખંભાળિયામાં સાકેત હોસ્પિટલ ચલાવતા ડો. સોમાત ચેતરિયા હંમેશા કંઈક અલગ કરવામાં જ માને છે. તેમણે વિશ્વનો 8મા નંબરનો પર્વત માઉન્ટ મનાસલૂ સર કરી ઈતિહાસ રચ્યો હતો.

તબીબ સોમત ચેતરિયા આ પર્વત સર કરનારા સૌરાષ્ટ્રના પ્રથમ વ્યક્તિ અને તબીબ બન્યા
આ પણ વાંચો- વેરાવળ CIFT ના સાયન્ટિસ્ટોની સિદ્ધિ, દરિયાઈ વનસ્પતિમાંથી બ્યુટી કોસ્મેટિક ઝેલની ફોર્મ્યુલા કરાઇ તૈયાર

તબીબે જિલ્લાનું ગૌરવ વધાર્યુ

ડો. ચેતરિયાએ 8,163 મીટર ઊંચો વિશ્વનો 8 નંબરનો પર્વત માઉન્ટ મનાસલૂ સર કર્યો છે. સાથે જ તેઓ આ પર્વત સર કરનારા સૌરાષ્ટ્રના પ્રથમ વ્યક્તિ બનીને દેવભૂમિદ્વારકા જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું. આ પર્વત પર પહોંચીને તેમણે ભારતના તિરંગા સાથે રાષ્ટ્રગીત પણ ગાયું હતું.

આ પણ વાંચો- સયાજી હોસ્પિટલની સિદ્ધિ: કોરોના અને તેના લીધે બગડી ગયેલા ફેફસાને સુધારવાની 119 દિવસની સારવાર બાદ પુષ્પાબેનને કરાયા રોગમુક્ત

જિલ્લાના લોકોએ તબીબની સિદ્ધિને બિરદાવી સન્માન કર્યું

હવે તેઓ એપ્રિલ 2022માં વિશ્વના સૌથી ઉંચા માઉન્ટ એવરેસ્ટ સર કરવાની તૈયારી કરી રહ્યા છે. તો ખંભાળિયામાં આહીર સમાજ, ડોક્ટર ગૃપ, પત્રકાર ગૃપ સહિત મોટી સંખ્યામાં લોકોએ તેમની આ સિદ્ધિને બિરદાવી તેમનું સન્માન કર્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.