ETV Bharat / state

Holi 2023: હોળી નિમિત્તે એક જ દિવસમાં 3.15 લાખ ભક્તોએ કર્યા દ્વારકાધીશના દર્શન

દેવભૂમિદ્વારકામાં આજે હોળી પર્વની ઉજવણી થઈ રહી છે. ત્યારે દ્વારકાનગરીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. મોટી સંખ્યામાં ભક્તો પગપાળા ફૂલડોલ ઉત્સવ અને હોળી ઉત્સવ નિમિત્તે ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કરવા આવી રહ્યા છે.

author img

By

Published : Mar 6, 2023, 8:22 PM IST

Holi 2023: હોળી નિમિત્તે એક જ દિવસમાં 3.15 લાખ ભક્તોએ કર્યા દ્વારકાધીશના દર્શન
Holi 2023: હોળી નિમિત્તે એક જ દિવસમાં 3.15 લાખ ભક્તોએ કર્યા દ્વારકાધીશના દર્શન
પદયાત્રીઓ માટે ભોજનથી લઈ દવા સુધીની સુવિધા

દ્વારકાઃ ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ આવી પહોંચ્યા હતા. મોટી સંખ્યામાં ભક્તો પગપાળા ફૂલડોલ ઉત્સવ તેમ જ હોળી ઉત્સવમાં ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા આવી રહ્યા છે. સમગ્ર દ્વારકામાં વિવિધ વિસ્તાર મોટી સંખ્યામાં આજે સાંજના સમયે હોળી પ્રગટાવવામાં આવશે. બીજી તરફ પદયાત્રીઓ માટે પણ કેમ્પ ધમધમી રહ્યા છે. ત્યારે સેવકો કેમ્પમાં પદયાત્રીઓની ખડેપગે સેવા કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ Holi Celebration: હોળી-ધૂળેટીમાં સાવચેતી રાખવા 108એ જાહેર કરી ગાઈડલાઈન

પદયાત્રીઓ માટે ભોજનથી લઈ દવા સુધીની સુવિધાઃ દ્વારકાથી 2 કિલોમીટર દૂર પૂજારી પરિવાર પણ કેમ્પ યોજી પદયાત્રીઓની સેવા કરી રહ્યા છે. અહીં ભક્તોને ભગવાનરૂપમાં માની સેવા કરવામાં આવી રહી છે. સાથએ જ ગરમ નાસ્તા સાથે જમવાનું અને દવાઓ પણ ઉપલબ્ધ છે. અહીં ભક્તિમય માહોલ જામ્યો હોવાથી યાત્રિકોની ભારે ભીડ ઉમટી છે. દ્વારકામાં હાલ આજ રોજ 3.15 લાખ યાત્રિકોએ ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા હતા તો રેકોર્ડ બ્રેક 5 લાખ જેટલા યાત્રિકો હજી દ્વારકાધીશના દર્શન કરશે. તો દ્વારકામાં ફુલડોલ ઉત્સવને લઈ ભક્તિમય માહોલ વચ્ચે માનવ મહેરામણ ઉમટ્યું છે. કિર્તીસ્તંભથી યાત્રિકોને એન્ટ્રી છે અને સ્વર્ગદ્વારેથી પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.

ચુસ્ત પોલીસ બંદોબસ્તઃ દ્વારકામાં 8 માર્ચે ફૂલડોલ ઉત્સવની ઉજવણી થશે. ત્યારે દ્વારકામાં પદયાત્રિકોની ભારે ભીડ ઉમટવા લાગી છે. અહીં ભક્તિમય માહોલ જામ્યો છે ત્યારે પોલીસ વિભાગે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે. તો 1,200 જેટલા પોલીસ જવાનોનો સ્ટાફ ગોઠવાયો છે. સાથે CCTV અને ડ્રોનની મદદથી બાજનજર પણ રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ Holi 2023: હેપ્પી અને હેલ્ધી હોળીનો આનંદ માણવા માટે લેવાની સાવચેતી

કાલથી હોળાષ્ટક પૂર્ણઃ આ પ્રસંગે દ્વારકાધીશ મંદિરના પૂજારી ચેતન ઠાકરે ETV ભારત સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે, આજ સાંજે હોલિકાદહનનું મુહૂર્ત છે. જ્યારે આવતીકાલથી હોળાષ્ટક પૂર્ણ થાય છે, પરંતુ આવતીકાલે સાંજ સુધી પૂનમ હોવાથી 8 માર્ચ (બુધવાર)ના દિવસે દ્વારકાધીશ મંદિર ખાતે ફૂલ ડોલ ઉત્સવ ઉજવાશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.